________________
૨૬૪
શ્રીગૌસ્તુભ
[તેરમી
ત્યાં ધારણ કરવાથી અમૃતકલા અવે છે. તે વાધારના (તાલુકા અંતર્ગર્ભમાં જિવાને ચાલનદેવનથી વધારી તેને વિપરીત પણે પ્રવેશ કરાવી ત્યાં ધારણ કરવાથી શરીરનું લાવણ્ય તથા કોમલતા વૃદ્ધિ પામે છે. વિધારમાં જિલ્લાને ધારણ કરી ત્યાં ધારણા કરવાથી સર્વ રોગ નાશ પામે છે. ભૂમધ્યાધારમાં ચંદ્રમંડળની ધારણા કરવાથી શરીરમાં શીતલતા થાય છે. નાસાધારના અગ્રમાં ધારણા કરવાથી મનની સ્થિરતા થાય છે. નાસામૂલરૂપ કપાલાધારમાં દષ્ટિને સ્થિર કરી ત્યાં ધારણ કરવાથી જ્યોતિપુંજ દર્શાય છે. લલાટાધારમાં જોતિપુંજમાં ધારણા કરવાથી સાધક તેજસ્વી થાય છે. બ્રહ્મરંધ્રવિષે શ્રીગુરુચરણાંબુજમાં ધારણ કરવાથી સાધક લક્ષ્ય આકાશના જે પૂર્ણ થાય છે.
અંતર, બાહ્ય ને મધ્યમ એ ત્રણ પ્રકારના લક્ષ્યમાં પણ ધારણ કરવી ઉચિત ગણાય છે. મૂલાધારથી બ્રહ્મરંધ્રપત રહેલી કમલતંતુના જેવી અત્યંત પ્રકાશવાન ઊર્ધ્વગા મેની વેતવર્ણવાળી સુષષ્ણામાં, લલાટને ઊર્ધ્વભાગમાં, તારાના જેવા રૂપમાં, ભ્રમરગુહામાં સર્વભણીથી રાતા ભ્રમરાકારમાં, બંને કોને બંને તર્જનીથી
ધન કરી પછી શિરના મધ્યમાં શ્રવણ થતા નાદમાં અને ચક્ષુમાં નીલજતીરૂપ પુતળીના આકારમાં જે ધારણ કરવામાં આવે છે તે અંતર્લક્ષ્ય કહેવાય છે. નાસાગ્રની બહાર ચાર અંગુલ દૂર નીલતિઃસ્વરૂપમાં, છ અંગુલ દૂર ધૂમ્રવર્ણમાં, અષ્ટ અંગુલ દૂર રક્તવર્ણમાં, દશાંગુલ દૂર કલેજવાળા તરૂપમાં, દ્વાદશ અંગુલ દૂર પીતવર્ણમાં જેવી રીતે સુક્ષ્મકિરણોને સમૂહ ગોચર થાય તેવી રીતે આકાશદ્રવ્યમાં, ઊર્ધ્વદષ્ટિવડે અંતરાલમાં, ત્યાં ત્યાં આકાશમાં અને દૃષ્ટવંતની કાંચનસદશ ભૂમિમાં જે ધારણા કરવામાં આવે છે તે બહિર્લય કહેવાય છે. સ્વશરીરની વેતવર્ણ, રક્તવર્ણ, કૃષ્ણવર્ણરૂપે, અગ્નિશિખાકારે, તીરૂપ, વિશુદાકારે, સૂર્યમંડલકારે અથવા અર્ધચંદ્રાકારે જે ધારણ કરવી તે મધ્યલક્ષ્ય કહેવાય છે.