SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ } શ્રીયેાગકૌસ્તુભ [તેરમી ઉપરાંત દિવ્યરૂપને અનુભવ થાય છે. નેત્રસ્થાનમાં ધારણા કરવાથી મનની સ્થિરતા થવાસાથે સાધકની દર્શનશક્તિ વિસ્તૃત થાય છે. મૂર્ખાની ઉપર દ્વાદશ આંગળના પ્રદેશમાં ધારણા કરવાથી મનની એકાગ્રતાસહિત ઉદાનવાયુ નિયમમાં આવે છે. મર્માણ તથા મેતી આદિ આધિભૌતિકદેશમાં અને શ્રીસૂર્યાદિ આધિદૈવિકદેશમાં ધારણા કરવાથી ચિત્તની સ્થિરતા ઉપરાંત જે પૃથક્ પૃથક્ અન્ય ક્ષતી પ્રાપ્તિ થાય છે તે સર્વે વિશેષ રીતે સાધકે પેાતાના શ્રીસદ્ગુરુપાસેથી જાણવું. અત્ર માત્ર એટલુંજ કહેવાય છે કે તે તે પદાર્થના મુખ્ય મુખ્ય ધર્મ તે તે ધાણાદ્વારા સાધકના ચિત્તમાં આવિર્ભાવ થાય છે. ખાદ્યુ અને આત્યંતર એમ ધારણાના બે દેશ પણ ગણાય છે. સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, બૃહરપતિ, શુક્ર, મણિ, દીપક, શિવલિંગ, શાલિગ્રામ, અષ્ટ પ્રકારની દેવપ્રતિમામાંની કાઈ એક પ્રકારની દેવપ્રતિમા ને શ્રીસદ્ગુરુ ઇત્યાદિ અસંખ્ય બાહ્યદેશ છે; અને પૂર્વાંત આધ્યાત્મિકદેશ એ અત્યંતરદેશ કહેવાય છે. જ્ય જેમ લક્ષ્યવેધ કરવામા અભ્યાસ કરનાર મનુષ્ય પ્રથમ સ્થૂલ વિષયને લક્ષ્યરૂપે લે છે, અને તે પછી તે સવિયને લક્ષ્યરૂપે લે છે તેમ ધારણાના અભ્યાસીએ પણ પ્રથમ ખાષિયા અને પછી ક્રમાત્ આત્યંતર વિષયો લેવા જોઈએ. તેમાં વિષયામાં પણ પ્રથમ નિરવયવ મૂર્ત વિષયા જેવા કે ચંદ્ર, સૂર્ય, મણુિ, શિવલિંગ મૈં શાલિગ્રામ ઇત્યાદિ લેવા જોઇએ, અને પછી સાવયવ મૂર્ત વિષયા જેવા કે શ્રીવિષ્ણુ ને શ્રીગણપતિ આદિ દેવેન શાસ્ત્રમાં કહેલી પ્રતિમાઓ એમ ક્રમે ક્રમે ઉત્તરાત્તર ચઢતા જવું તેએ. ધારણાનો પ્રયાગ બની શકે તેા નિત્ય ઠરાવેલે એકજ સમયે આરંભવા, અને એકજ સમયે સમાપ્ત કરવા જોઇએ. આ પ્રમાણે નિયમોના પાલનપૂર્વક નિરંતર પાંચ ઘડી ધારણાના પ્રયાગ કરનારને તે તે વિષયની ધારણા સામાન્ય અધિકારીને ત્રણ માસમ સિદ્ધ થાય છે,
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy