________________
૨૩૪
શ્રીયોગકૌસ્તુભ [ અગીયારમી પુનઃ તે આંગળીઓ વડે ઘર્ષણ કરવું. પછી જીભને ઊપાડી, અવળી પાછી વાળી, જમણા હાથના અંગૂઠાવડે જીભની નીચેની વચલી શિરાપર નીચેથી ઉપર જાય એવી રીતે માખણવિના સારી રીતે ભાર દઈ ઘર્ષણ કરવું. પછી ઉપરના પ્રયોગમાં કહેલી રીતે ક્રમથી ચાલન તથા દેહન કરવું. ઘર્ષણ વિશેષ સમય કરવું, ને ચાલન તથા દેહન થોડા સમય કરવું. આમ અભ્યાસ કરતાં કરતાં જયારે નાસિકાના અગ્રભાગપર પહોંચી શકે એટલી જિ ની લંબાઈ થયેલી જણાય ત્યારે જમણા હાથની તર્જનીના કિવા ગૂઠાના આધારવડે જિહુને કપાલકડરમાં ચઢાવવાને અભ્યાસ કરવો. થોડા દિવસ એ પ્રમાણે કરી પછી તર્જનીના કિવા અંગૂઠાના આધારવિનાજ તે
પાલકુતરમાં પ્રવેશ કરે એમ યત્ન કરે. આમ થવા માંડે એટલે જિને કપાલકુવરમાં વિશેષ સમય રાખવાને યત્ન કરો. જિને પ્રવેશ થઈ અધ ઘટિકાપર્યત (બાર મિનિટ સુધી) તે કપાલકુદરમાં સુસ્થિર ન થઈ શકે ત્યાંસુધી કપાલકુહરમાંથી ટપકતા રસને બહાર કાઢી નાંખવે, ને પછી તેનું પાન કર્યા કરવું અને તેમાંના સ્થૂલભાગને માત્ર બહાર કાઢી નાંખો.
ત્રિકુટીની અંતરને દેશ જ્યાં જિને અગ્રભા સ્થિર રાખવામાં આવે છે ત્યાં અમૃતનું સ્થાન છે, શ્રીધ્યાન દૂપનિષદ્દમાં પણ નીચેની શ્રુતિથી એમજ કહ્યું છે –
भ्रुवोर्मध्ये ललाटस्तु नासिकायास्तु मूलतः अमृतस्थानं विजानीयाद्विश्वस्याऽऽयतनं महत् ॥
ભાવાર્થ-બંને જૂની મધ્યે લલાટને એક દેશ જ્યાં નાસિકાને ઉપરને ભાગ આવી મળે છે તેને અમૃતસ્થાન જાણવું. તે સમગ્રના મહસ્થાનરૂપ-બ્રહ્મરૂપ-છે.
પ્રાણને ખેંચીને જૂના મધ્યમાં લાવવાની યુક્તિ શ્રીધ્યાનબિંદૂપનિષદ્દમાં નીચે પ્રમાણે કહી છે –