________________
શ્રીગૌસ્તુભ [અગીઆરમી
૫ ભસ્ત્રિકા અર્ધપદ્માસન કરી ડાબા હાથનો પંજો ડાબા ઢીંચણઉપર આંગળાં પહોળાં પથરાય તેવી રીતે રાખી, મૂલબંધ કરી, ડોક શિર તથા ધાને સમાન રાખી, મોટું બંધ કરીને નાસિકાના ડાબા છિદ્રવાટે અંતરના પવનને હૃદય કંઠ તથા કપાલને સ્પર્શ કરે એમ બહાર કાઢવો. આ વેલા બીજું છિદ્ર જમણું હાથના અંગૂઠાથી દબાવી રાખવું, ને પછી તેજ છિદ્રવાટે બહારને પવન યત્નપૂર્વક અંતર ખેંચવો. એમ વારંવાર ઉપરાઉપરી રેચકપૂરક કરી દર્ષણ કરવું. પછી શ્રમ જણાય ત્યારે છેવટે પૂરક કરી કુંભક કરવો, ને ત્યારપછી બીજા છિદ્રથી ફરીને તુરતાતુરત યથાશક્તિ રેચકપૂરક કરી ઘર્ષણ કરવું, અને થાક લાગે ત્યારે પાછા પૂરક કરી કુંભક કરે, ને પછી બીજા દ્ધિવાટે શનૈઃ શનૈઃ રેચક કરે. ભસ્ત્રિકાની આ એક રીતિ થઈ. વળી નીચે લખેલી બીજી રીતિપ્રમાણે પણ ભસ્ત્રિકાકુંભક કરવામાં આવે છે –
નાસિકાના ડાબા છિદ્રને જમણા હાથની અનામિકા તથા કનિષ્ઠિકાથી સધી જમણા દ્ધિવાટે પૂરક કરી શીવ તેને જમણું હાથના અંગૂઠાથી દબાવી ડાબા છિદ્રવાટે રેચક કરો. આમ યથાશક્તિ કરવું. પછી શ્રમ થયે તે નાસાપુટદ્વારા પૂરક કરી યથાશક્તિ કુંભક કરવો, ને ત્યારપછી ઈડાથી શનૈઃ શનૈઃ 'ચિક કરો. પુનઃ ડાબા છિદ્રવાટે પૂરક તથા જમણું છિદ્રવાટે રેચક ઉપર કહેલી રીતે યથાશક્તિ કરવા. પછી શ્રમ થયે પૂરક કરી કુંભક કરે, ને છેવટ પિંગલાથી રેચક કરવો.
આ કુંભક જઠરાગ્નિની વૃદ્ધિ કરનારો છે, તથા કફ પિત્ત અને વાયુ દેષને નાશ કરે છે, તેમજ સુષુષ્ણુના મુખઆગળ રહેલ કફાદિક જે પ્રાણવાયુને સુષુમ્ભામાં જવાનું પ્રતિબંધ કરનાર છે તેને તથા સુષુણામાં રહેલી બ્રહ્મગ્રંથિ, વિષ્ણુમંથિ તથા ગ્રંથિનો નાશ કરે છે. વળી નાગણે અથવા કુંડલિની જે બહુ જ ઝીણી નાડીરૂપે સાડા ત્રણ આંટા લઈને સુષુણ્ણાના મુખની આસપાસ વીંટાઈ