________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણ
આવ્યુષાર | " देवदेव महादेव सर्वसंसारसागरे । किं नराणां परं मित्रं सर्वकार्यार्थसाधकम् ॥"
શ્વર છે. “બાળા પર નિમાં પ્રાણ પત્ર : વલી प्राणतुल्यः परो बंधुर्नास्ति नास्ति वरानने ॥"
અર્થે:–શ્રીદેલો પૂછે છે – હે દેવના દેવ શંભો ! સર્વ સંસારસમુદ્રમાં મનુષ્યનાં સર્વ કાર્યોની સિદ્ધિ કરનાર પરમ મિત્ર કયો છે ?”
શ્રી ઈશ્વર ઉત્તર આપે છે –“હે સુંદરમુખવાળી! પ્રાણજ પરમ મિત્ર છે, શ્રેષ્ઠ સખા છે, પ્રાણતુલ્ય શ્રેષ્ઠ બંધુ નથી જ નથી.”
શરીરમાંની પ્રણવહાનાડીઓમાં નીચેની દશ પ્રાણવહાનાડીઓ મુખ્ય છે. ઈડા, પિગલ, સુષુષ્ણુ, ગાંધારી, હસ્તિજિવા, પૂષા, યશસ્વિની, અલંબુષા, કુદૂ અને શંખની. આ દશમાં પ્રથમની ત્રણ મુખ્ય છે. તેમાં ઈડા વામભાગમાં, પિગલા દક્ષિણભાગમાં ને સુષમણ મધ્યભાગમાં થઈ તાલુનું ભેદન કરી બ્રહ્મરંધ્રમાં પ્રવર્તેલી છે. ગાંધારી વામનેત્રમાં, હસ્તિજિ જમણું ત્રિમાં પૂષા જમણું કાનમાં, યશસ્વિની ડાબા કાનમાં, અલંબુબા મુખ માં, ઉર્દૂ લિગમાં અને શંખની મૂલસ્થાનમાં છે. | મુખ્યપ્રાણુ પાંચ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. ઉપપ્રાણ પણ પાંચ છે, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. તેમાં પ્રાણ હૃદયમાં, અપાન ગુદાસ્થાનમાં, વ્યાન સર્વ શરીરમાં, ઉદાન કંઠસ્થાનમાં અને સમાન નાભિસ્થાનમાં છે. નાગથી ઉદ્દગાર, (ઓડકાર,) કૃમિથી અખનું વીચાવું ઊઘડવું, કૃકલથી છીંક, દેવદત્તથી બગાસાં ને ધનંજયથી મરેલા શરીરનું ફૂલવું એ કર્મો થાય છે.
યોગસાધકે પિતાના શરીરમાં જે પ્રાણસંચાર થાય છે તેને ઈડા, પિંગલા અને સૂક્ષ્ણ એ ત્રણ નાડીથી જાણવા. ઇડાનું અન્ય નામ ગંગા છે, ને તેના દેવ ચંદ્ર છે, પિગલાનું અન્ય નામ યમુના