________________
૧૭૮
[દશમી
શ્રીગૌસ્તુભ પાની ડાબા ઢગરાને અડાડી તે ગોઠણ વિશેષ ઉંચું ઊપાડી રાખવું તે દક્ષિણગુણાસન કહેવાય છે.
૪૩ યષ્ટિકાસન લાકડડીની પેઠે બંને હાથ (બંને હાથો માથાની પડખે લાંબા કરવા) ને બંને પગે લાંબા કરીને ચતું સૂવું તે યષ્ટિાકાસન કહેવાય છે. આનું અન્ય નામ દંડાસન પણ છે.
૪૪ વામર્ધપાદાસન ડાબા પગની પિંડી દબાય એવી રીતે તે પગને જમણા પગના ગઠણપર રાખી જમણા પગની પાની જમણું હગરાને અડાડીને બેસવું તે વામાન્ધપાદાસન કહેવાય છે.
દક્ષિણાધપાદાસન એ આ આસનને અવાંતરભેદ છે.
ડાબા પગની પાની ડાબા ઢગરાને અડાડીને તે પગના ઢીંચણપર જમણું પગની પિડી દબાય એવી રીતે તે પગ રાખી બેસવું તે દક્ષિણાર્ધપાદાસન કહેવાય છે.
૪૫ દ્વિભુજાસન વામભુજાસન અને દક્ષિણભુસન (જેમનું વર્ણન નીચે કરવામાં આવે છે તે) જોડે કરવાં તે દ્વિભુજાસન કહેવાય છે. •
- વામણુજાસન અને દક્ષિણભુજાસન એ આ આસનના અવાંતરભેદ છે.
બેસીને ડાબા ખભાપર ડાબા પગને ચઢાવીને પછી કાબે હાથે બોચી પકડવી તે વામણુજામન કહેવાય છે,
- બેસીને જમણા ખભાપર જમણા પગને ચઢાવીને જમણા હાથથી બચીને પકડવી તે દક્ષિણભુજાસન કહેવાય છે.