________________
૧૭૪
શ્રીયોગકૌસ્તુભ
[ દશમી
૩૧ વામકસન ડાબા હાથને પંજો ડાબા કાનની ઉપર મસ્તકે અડાડીને તે હાથને તેજ પગના ગોઠણપર રાખી તેની ભણી દેહને નમાવીને બેસવું, ને જમણું પગને આડે રાખી તેના પર જમણો હાથ રાખ તે વાસતર્કસન કહેવાય છે.
દક્ષિણતર્કસન ને પૂર્વતર્કોસન એ આના અન્ય ભેદ છે.
જમણા હાથને પંજે જમણુ કાનની ઉપર મસ્તકને અડાડીને તે હાથને તેજ પગના ગઠણપર રાખી તેભણી દેહને નમાવીને બેસવું, ને ડાબા પગને આડો રાખીને તે પર બે હાથ રાખવો તે દક્ષિણતર્કસન કહેવાય છે.
બંને હાથના પંજા કપાળને અડાડીને તેની કણીઓ જગપર રાખી મુખભણી દેહને નમાવીને બેસવું તે પૂર્વતાસન કહેવાય છે.
૩૨ નિશ્વાસાસન બંને પગ પૂર્વભણી લાંબા કરી તેની બંને પાની પૃથ્વીને અડાડી ફણા ઉંચા રાખી ઘુંટીઓ તથા અંગૂઠા પાસે પાસે રાખીને બેસવું તે નિઃશ્વાસાસન કહેવાય છે.
૩૩ અર્ધકુર્માસન બે હાથ કેણુથી લાંબા કરી ભૂમિને અડાડી તેની હથેળીઓ સતી રાખી મોટું આગળ રાખી પગ ઢીંચણથી વાળી તેના પંજા ઉધા રાખી ભેયને અડીને બેસવું તે અર્ધકુર્માસન કહેવાય છે.
૩૪ ગરુડાસન ઊભા રહી કેડથી દેહને પૂર્વભણ વાળી બે હાથને કેણુથી પશ્ચિમભણી મસ્તક આગળથી વાળવા તે ગરુડાસન કહેવાય છે.
ઊભા રહી જમણુ પગના ઢીંચણપર ડાબા પગનું ઢીંચણ