SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીગકૌસ્તુભ [નવમી ૫ ઈશ્વરપૂજન શ્રીસદાશિવનું કે શ્રી વિષ્ણુનું શ્રદ્ધાભક્તિવડે મનને એકાગ્ર રાખી યથાશક્તિ ચંદનપુષ્પાદિથી અર્ચન કરવું તે ઈશ્વરપૂજન કહેવાય છે. મનને રાગદ્વેષરહિત રાખવું, વાણીને અસયભાષણાદિથી રહિત રાખવી, ને શરીરને હિસાદિથી દૂષિત ન કરવું તે પણ ઈશ્વરપૂજન કહેવાય છે. બાહ્યોપચારવડે થતું બાહ્યપૂજન સિદ્ધ થયા પછી યોગસાધકે તે યથાસંભવ રાખી માનસિકપૂજનને અભ્યાસ કરવો. મનને રાજસતામસભાવ દૂર કરવા માટે માનસિક પૂજા અગત્યની છે. માનસિકપૂળના ઘણું પ્રકાર છે. પ્રત્યેક દેવના ઉપાસકે જે પિતાને અધિકાર હોય તે પિતતાના ઉપાસ્ય દેવની માનસિકપૂજા કરે છે. શ્રીસદાશિવના ઉપાસકે ગૌરશરીરવાળ. શ્રીસદાશિવની યથાવિધિ માનસિકપૂજા કરે છે, ને વૈષ્ણવ શ્રીવિષ્ણુની માનસિપૂજા કરે છે. પરમાત્માથી અભેદભાવને પામેલા શ્રીસદ્દગુસ્ની પણ મનેનિગ્રહમાટે માનસિક પૂજા કરવામાં આવે છે. - બાહ્યોપચારવડે કિવા માનસિકેપચારવડે જે પૂજન કરવામાં આવે તેમાં યોગસાધકે પ્રેમભક્તિવડે ગદ્દગદ કંઠવાળા તથા રોમાંચિત થઈ જવું જોઈએ, ને એમ થાય ત્યારે જ તેણે વાસ્તવિક પૂજન કર્યું ગણાય. ભાવવિના ઘણું ઉપચારોથી પરમાત્માનું પૂજન કરવામાં આવે તેનાથી ભાવવડે જે મનરૂપી કમલજ પરમાત્માને અર્પણ કરવામાં આવે તો તે પૂજન પણ શ્રેષ્ઠ ગણાય છે. એવાજ આશયથી શ્રીઆચાર્યભગવાને કહ્યું છે કે – " गभीरे कासारे विशति विजने घोरविपिने, विशाले शैले वो भ्रमति कुसुमार्थ जडमतिः॥ समप्यकं चेनः सरसिजमुमानाथ भवते, सुखेनैव स्थातुं जन इह न जानाति किमहो॥" અર્થ-હે શ! આપને સમર્પણ કરવા યોગ્ય પુષમાટે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy