SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] નિયમનિરૂપણુ મૌન ધારણ કરવું એ આદિ તપના અવાંતરભેદ જાણવા. મિતાહારવડે શરીરને, પ્રાણાયામવડે મનને અને વાણીના નિરાધવડે વાણીને જે દંડ આપે છે તેજ ત્રિદંડી કહેવાય છે તે યથાર્થ તપસ્વી પશુ તેજ છે. ચિત્તની સ્વસ્થતા, અક્રૂરતા, મૌન, અધટતું ન ખેાલવાનું મનેબલ, ) નિષિદ્ધ વિષયાથી ઇંદ્રિયાને પાછી ફેરવવાનું ખલ તે વ્યવહારમાં નિષ્કપ રહેવું એ માનસિક તપ છે. શ્વેતાને ઉગ ( ચિંતાભય ) ન કરે એવું, સત્ય, શ્વેતાને સાંભળતાં પ્રિય લાગે એવું તે પરિણામે ત્રાતાને હિતકર ઢાય એવું જે વાકય તથા મંત્રપનું વા વેદાભ્યાસનું વ્યસન એ વાણીનું તપ છે. દેવ, ગુરુ, ' બ્રહ્મવિદ્યાના ખાધ કરનાર, ) બ્રાહ્મણુ તે તત્ત્વવેત્તાનું પૂજન, ખાદ્યાન્વંતરની પવિત્રતા, સરલતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ છે. ૧૪૩ લેચ્છારહિત એકાગ્રચિત્તે સાત્ત્વિકી શ્રદ્ઘાથી એ ત્રણ તપનું જે અનુષ્ઠાન કરવું તે સાત્ત્વિક તપ કહેવાય છે. અસાધ્ય કાર્યાં પણ તપવડે સાધ્ય થઇ શકે છે. માટેજ શાસ્ત્રામાં તપનું બહુ બહુ માહાત્મ્ય વર્ણવ્યું છે. શ્રીવિષ્ણુસ્મૃતિમાં તપનું માહાત્મ્ય નીચે પ્રમાણે કહેવામાં આવ્યું '' છે:— " यद्दुश्वरं यद्दरापं यद्दरं यच्च दुष्करम् । सर्व तत्तपसा साध्यं तपो हि दुरतिक्रमम् ॥ १ ॥ तपोमूलमिदं सर्व दैवमानुषकं जगत् । तपोमध्यं तपोऽतं च तपसा च तथाऽऽवृतम् ॥ २ ॥ " અર્થ:—પર્વતાદિક જે દુર્ગમ સ્થાન છે, તથા આકાશગમનાદિક જે દુષ્પ્રાપ સિદ્ધિએ છે, તે સુમેરુ આદિક જે દૂર દેશ છે, તેમજ સમુદ્રપાનાદિક જે દુષ્કર કર્મ છે, તે સર્વે તપથી સિદ્ધિ થાય છે. આ જગમાં એવા કાઈ પદાર્થ નથી કે જે તપવડે પ્રાપ્ત ન થઈ શકે. દેવતા તથા મનુષ્યાદિથી યુક્ત આ સર્વે જગત્ નું
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy