________________
પ્રભા ]
યમનિરૂપણ
૧૩૭
૯ મિતાહાર સ્વાદને માટે નહિ, પણ માત્ર દેહરાને અર્થે ઈશ્વરકૃપાથી મળેલા અને ઔષધની પેઠે પ્રસન્ન મનથી જોઈત આહાર કરે એ મિતાહાર છે.
ભક્ષ્ય અને પેય પદાર્થો અનિયમિતપણે ખાવાપીવાથી રેગની ઉત્પત્તિ થઈ શરીરના આરોગ્યને ને મનની શાંતિ ભંગ થાય છે.
જેટલો આહાર સુખપૂર્વક પાચન થઈ શકે તેટલો લે; અર્થાત્ ઉદરના બે ભાગ અન્નથી પૂરવા, એક ભાગ પાણીથી પર ને એક ભાગ પવનસાર ખાલી રાખ.
ઘઉં, કમોદન ચેખા, જવ, સૈઠી, (ડાંગરના ચેખા,) સામે, નીવાર, (અરડાઉ ડાંગર) દૂધ, મધ, ઘી, માખણ, પરવળ, ફણસ, સુરણ, રતાળુ, મગ, આદુ, સુંઠ, તુવેર, સાકર, ખાંડ, જીરું, વરીઆળી, શકરિયાં, તાંદળજો. તુરિયાં, ખરખોડી, (ડેડી,) કેળાં, આલુ, (બટાટા,) દાડમ, શેરડી, નાળિયેર, કીસમીસ, અંગુર, એલાઈચી, જાયફળ, લવિંગ, નાગરવેલનું પાન, રીંગણું ને ખજૂર આદિ સાત્વિક ને પથ્ય ભક્ષ્ય પદાર્થોનું પિતાની પ્રકૃતિને વિચાર કરી ભક્ષણ કરવું જોઈએ.
મેક્ષાસાધકે બતિશય ખાટા, તુરા, કડવા, તીખા, ઉના, ખારા, અને તેલવાળા પદાર્થો, તેમજ લસણ, ડુંગળી, ગાજર, ગોળ, કળથી, વાયડું લીલું શાક, તલ, તેલ, સર્ષિવ, બોર, ખેળ, જુવાર, બાજરે, મટ્યાં, મરી, દહિ, છાશ, આંબલી, કઠાં, લિબુ, કાચી કેરી, તમાકુ, ભાંગ, ગાંજો, મધ, માંસ, મત્સ્ય, અફિણ, ચડસ, કાંજી (રાબ,) રાઈ કેદરા, બંટી, બાવટ, કેળું, તાલફલ, મસૂર, ચાળા, મઠ, ચીણે, કાંગ, વાલ, વટાણા, ચણું, અડદ અને હિંગ એ પદાર્થોમાંથી નિષિદ્ધ પદાર્થો વર્ય કરવા જોઈએ. પ્રસંગવશાત તેમને કઈ પદાર્થ જે શામથી નિષિદ્ધ ન હોય તે ખાવો પડે તે અલ્પ પરિમાણમાં ખા. વળી ટાઢા, બળી ગયેલા અને અંતઃકરણને દુઃખ ઉત્પન્ન કરનારા