________________
૧૩૨
શ્રીયોગકૌસ્તુભ
[ આઠમી ક્ષમાનું માહાભ્ય શ્રીવૃદ્ધગૌતમસંહિતામાં નીચે પ્રમાણે કહ્યું છે"क्षमाऽहिंसा क्षमा धर्मः क्षमा चेंद्रियनिग्रहः । क्षमा दया क्षमा यक्षः भमा धैर्यमुदाहृतम् ॥ क्षमावान् प्राप्नुयात् स्वर्ग क्षमावान् प्राप्नुयाद्यशः । क्षमावान् प्राप्नुयान्मोक्षं क्षमावांस्तीर्थमुच्यते ॥"
અર્થ – ક્ષમા અહિસારૂપ છે, ક્ષમા એ ધર્મરૂપ છે, ને ક્ષમા એ ઈદ્રિયનિગ્રહ છે. ક્ષમા એજ દયા, ક્ષમા જ યશ ને ક્ષમા. એજ ધૈર્ય કહેવાય છે. ક્ષમાવાન સ્વર્ગને પામે છે ક્ષમાવાન યશને પામે છે, ક્ષમાવાન મેક્ષને પામે છે, ને ક્ષમાવાન એજ તીર્થ કહેવાય છે.
દુર્જને કે જે સજજના નિષ્કારણ વેરી છે તેઓ પણ ક્ષમાવાન કાંઈ કરી શકવા સમર્થ થતા નથી, તેના સંબંધમાં કોઈ વિદ્વાને કહ્યું છે કે –
"क्षमाखड्गं करे यस्य दुर्जनः किं करिष्यति । અને પતિતો દ્વ: સાયમેવોપરાત !”
અર્થ–જે પુરુષના હાથમાં ક્ષમારૂપી ખરે છે તેને દુર્જન શું કરી શકશે? કાંઈ નહિ. તૃણવિનાના સ્થાનમાં પડેલો અગ્નિ પિતાની મેળે જ શાંત થઈ જાય તેમ ક્ષમાવાનની સામે થનારો દુર્જન પણ પિતાની મેળેજ વિરામ પામી જાય છે.
અસંમાનથી તપની વૃદ્ધિ થાય છે, ને સંમ નથી તપને ક્ષય થાય છે, માટે સંમાનની તૃષ્ણને અત્યંત ત્યાગ કરી સન્માર્ગમાં પ્રવૃત્ત રહેવું, ને તેમ વર્તતાં જે જે કશે આવે તે સહન કરવાં, પણ કષ્ટ દેનારપર ક્રોધ ન કરવો, કેમકે કષ્ટનું આવવું પિતાના પ્રારબ્ધને લીધે થાય છે, ને કષ્ટ દેનાર દુર્જન તે માત્ર નિમિત્તરૂપજ છે, માટે તેના પર ક્રોધ કરે ઉચિત નથી.
ક્રોધ કરનારે પુજ્ય જે યજ્ઞ, દાન, તપ, જપ ને હોમાદિ શુભ કર્મ કરે છે તે સર્વના ફલને યમરાજા કરણ કરી લે છે,