________________
પ્રભા] યમનિરૂપણ
૧૧૩ તેને પણ અહિસાધમને ઉપકારક જાણનારા અને બુદ્ધિપૂર્વક દુઃખ દેતા નથી, કેમકે અહિંસાને પરમધર્મ માની સર્વ ભૂતપ્રાણીને પિતાનાથી કિચિત પણ ભય ન થાઓ, એમ દીક્ષાકાલે તેમણે નિયમ ગ્રહણ કરેલો છે.
પિતાનું કલ્યાણ ઈચ્છનાર વિરક્ત પુરુષે હેકી દૃષ્ટિ રાખી ચાલવું જોઈએ અને કોઈપણ ઝીણું કે મેટા જંતુઓ પિતાના. પગથી ન કચરાઈ જાય તેમાટે પૂર્ણ સાવધાનતા રાખવી જોઈએ.
બ્રહ્મચારીએ તથા સંન્યાસીએ વિષયના સાધનરૂપ કાદિ પદાર્થોની પ્રાપ્તિમાં, રક્ષામાં ને નાશમાં હિસારૂપ દોષ જાણી તેને અયોગ્ય રીતે રાગપૂર્વક સંગ્રહ ન કર, વર્ષાઋતુમાં પ્રવાસે ન નીકળવું, ને વર્ષાઋતુમાં પૃથ્વી ન ખેદવી. જાતિ, દેશ, કાલ અને પ્રયોજનથી તે અહિંસાદિને વિછિન્ન કરવામાં ન આવે, અર્થાત્ સર્વભાવે તેનું પરિપાલન કરવામાં આવે તે સાર્વભૌમ (સર્વ પ્રકારે સુસ્થિર રહેલું) મહાવત કહેવાય છે
કતા, (પોતે કરેલી,) કારિતા (કરે એમ કહી બીજાની પાસે કરાવેલી) અને અનુપાદિતા (સાર કર્યું એમ કહી અનુમોદન કરેલી) એમ ત્રણ પ્રકારની હિંસા છે. વળી તે પ્રત્યેકના પુનઃ ત્રણ ત્રણ પ્રકાર થાય છે, તે જ પ્રમાણે લેભથી (માં ચર્માદિની લાલચથી) થયેલી, ક્રોધથી (પે તાને અપકાર થવાથી ઉપજેલા ષથી) થયેલી અને મેહથી (દેવને માટે પશ્વાદિના વધથી મને ધર્મની પ્રાપ્તિ થશે એવી સમજથી) થ વેલી. પુન: તે પ્રત્યેકના વળી ત્રણ ત્રણ ભેદ થાય છે, મૃદુ મધ્ય અને અધિમાત્રા. (તીવ્રા.) વળી તેના બીજા પણ તેમના તારતમ વડે અનંત ભેદ થવાથી તે અનંત પ્રકારની થાય છે. હિંસા કર નાર મનુષ્યને અનંત દુઃખનો ઉદ્દભવ હિસાથી થાય છે માટે વિવેકી તેમાં મનને ન જવા દેવું. અહિંસાનું પરિપાલન કરવાથી સર્વ પ્રાણી છે તે સાધકની જોડે મૈત્રીથી વર્તે છે. અહિંસા અન્ય યમનિયમનું મૂલ છે, અને તેની સિદ્ધિને અર્થ જ અન્ય યમનિયમનું પાલન કરવામાં આવે છે. જેમ હાથીના પગલામાં