________________
૧૦૨ શ્રી ગૌસ્તુભ
[છઠ્ઠી કહેવાય છે. તે સમાધિ બ્રહ્મજ્ઞાનવડે થાય છે.
અંત:કરણની આ નિઃસ્કુરણદા એ સાક્ષાત મુક્તસ્થિતિ છે, ને એ સ્થિતિ નિર્વિકલ્પસમાધિના અભ્યાસના પરિપાકવડે પ્રાપ્ત થાય છે.
પરમાણુથી માંડીને મહાસ્થૂલ પદાર્થસુધીમાંની કઈ પણ સાત્વિક પ્રિય વસ્તુના ધ્યાનથી ગાભ્યાસીનું મન સ્થિર થાય છે, અને પછી કમથી તેને અસંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિ થાય છે. આ જગતમાં બે પ્રકારના પદાર્થો છે, સૂક્ષ્મ અને સ્થૂલ. યોગાભ્યાસીને ઉચિત છે કે તે બેમાંની કોઈ એક વસ્તુનું ધ્યાન કરે. યોગાભ્યાસી જ્યારે સૂક્ષ્મ પદાર્થની પરંપરામાં પિતાનું ચિત્ત લગાડે છે ત્યારે સર્વથી સૂક્ષ્મ પરમાણુમાં તેનું ચિત્ત સ્થિર થયા પછી સૂક્ષ્મતમ ઈશ્વરમાં તેના ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સ્થલ પદાર્થના ધ્યાનથી આકાશાદિ મહાસ્થલ પદાથોથી પણ સ્થૂલ જે પરમેશ્વર તેમાં તેનું ચિત્ત સ્થિર થઈ જાય છે. - રજસ્તમગુણના સંસ્કારરહિત સત્વગુણના સ્વચ્છ સ્થિતિ પ્રવાહને વૈશારદ કહે છે. જ્યારે નિવિચારસમાધિથી પગને ઉક્ત વૈશાર પ્રાપ્ત થાય છે ત્યારે તેને અધ્યાત્મપ્રસાદ પ્રાપ્ત થાય છે. એ સ્થિતિમાં જે પ્રજ્ઞા (બુદ્ધિ) ઉપજે છે તેને ઋતંભરાપ્રજ્ઞા–સત્યને ગ્રહણ કરનારી બુદ્ધિ-કહે છે. એ પ્રણાની પ્રાપ્તિ થવાથી યોગીની બુદ્ધિમાં વિપરીતજ્ઞાનને ગંધ પણ રહેતું નથી. મનુષ્યને શબ્દદ્વારા જે જ્ઞાન થાય છે તે સામાન્ય છે, કારણકે શબ્દથી વિશેષ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એવી જ રીતે અનુમાન પણ સામાન્યને વિષય કરનારું છે. અત્યંત સૂક્ષ્મ અને વ્યવહિત (અંતરાયવાળી) વસ્તુઓ લેકે પ્રત્યક્ષ પ્રમાણુથી જાણું શકતા નથી. એવી રીતે લૌકિક પ્રમાણહારા જે વસ્તુઓ જાણ શાકાતી નથી તે વસ્તુઓ સમાધિથી નિર્મલ ને એકાગ્ર થયેલી બુદ્ધિદ્વારા જાણવામાં આવે છે. સમાધિથી ઉત્પન્ન થયેલા સંસ્કારે વ્યત્યાન સંસ્કારને તિભાવ કરે છે, વ્યુત્થાન સંસ્કારને