________________
શ્રીગકૌસ્તુભ
[છઠ્ઠી થતા બે ચંદ્રમાના દર્શનનું એક ચંદ્રમાના દર્શનથી ખંડન થઈ જાય છે, આ મિથ્યાશાનને જ અવિદ્યા કહે છે. શબ્દમાત્રથી જેનું ભાન થાય, પરંતુ જેમાં ય પદાર્થ કાંઈ પણ ન હોય તે વિક૯પવૃત્તિ કહેવાય છે, જેમ “વંધ્યાપુત્ર જાય છે,” એ વાકય સાંભળવાથી કઈ પુરુષ જાય છે એમ જ્ઞાન થાય છે, પરંતુ યથાર્થ રીતે જોતાં વંધ્યાપુત્રનું અસ્તિત્વજ સંભવતું નથી, અને તેથી જવાની ક્રિયા પણ ભ્રમજન્યજ ઠરે છે, કારણકે કઈ પણ ક્રિયા આધ રવિના રહી શકતી નથી. મિથ્યાજ્ઞાન અથવા ભ્રમ ઉત્પન્ન કરવાવાળી આ વૃત્તિ પણ પ્રમાયથાર્થ-જ્ઞાન-નું સાધન નથી. જાગ્રદેવસ્થાના તથા પ્રાવસ્થાના જ્ઞાનના અભાવવાળી તમોગુણપ્રધાન જે ચિત્તવૃત્તિ તે નિદ્રા કહેવાય છે. અનુભવેલા વિષયના સ્મરણને સ્મૃતિ કહે છે. એ સ્મૃતિની ઉત્પત્તિ રાગ, દ્વેષ કિવા મહાદિને લીધે થાય છે.
ચિત્તરૂપી નદી ઉભયતવાહિની એટલે પાપમાર્ગ તથા પુણ્યમાર્ગ એ બંને પ્રતિ વહન કરનારી છે. તેમાં જ્યારે વૈરાગ્યરૂપી બંધથી વિષયભૂમિમાં વહન કરનારી પાપવહાધારાને રોકવામાં આવે છે, અને વિવેકદર્શનના અભ્યાસવડે વિવેકભૂમિમાં વહન કરનારી ધારાને ઊઘાડી મૂકવામાં આવે છે ત્યારે પરિણામે ચિત્તવૃત્તિની એકાગ્રતા ને તેને નિષેધ થાય છે. ચિત્તમાં અનેક વિષયોની વાસના હોવાને લીધે મનુષ્યનું ચિત્ત ચંચલ રહે છે, તેની આત્મામાં સ્થિરતા કરવા માટે દાતા તથા ઉત્સાહપૂર્વક ચિત્તની સ્થિરતા કરનારાં સાધનનું અનુષ્ઠાન કરવું તે અભ્યાસ કહેવાય છે. એ અભ્યાસની પકવાવસ્થા પ્રાપ્ત કરવા માટે નિરંતર લાંબા સમય સુધી શ્રદ્ધા તથા બ્રહ્મચર્યાદિનું અવલંબન કરી તેનું સેવન કરવું જોઈએ. આ લેકના વિષયમાં તેમજ પારલૌકિક-સ્વર્ગાદિના-વિષયોમાં દેષદર્શનપૂર્વક ઈચ્છાને અભાવ છે-ચિત્તને સમરત વિષયવાસનાથી હટાવી દેવું–તે વૈરાગ્ય કહેવાય છે. લોકિક તથા પારલૌકિક વિષયોમાં વિરક્તિવાળા સાધકની બુદ્ધિ શુદ્ધ થવાથી તથા અભ્યાસવર્ડ સ્થિર થવાથી કમાત તેના ચિત્તમાં સમાધિદ્વારા શુદ્ધ જ્ઞાનનો ઉદય થાય છે