________________
ભૂમિકા
કરેલું હાવાથી મલ, વિક્ષેપ તથા આવરણ એ ત્રણ ચિત્તાષાને નિર્મૂલ કરવા ઇચ્છતા તત્ત્વજિજ્ઞાસુને તથા . જીવન્મુક્તિના વિલક્ષણ આનંદ સ્વેચ્છાએ સંપાદન કરવા ઈચ્છતા તત્ત્વજ્ઞાનીને પણ મનેાનાશ તથા વાસનાક્ષયમાટે આ ગ્રંથ ઉપયાગી થઈ પડશે એ નિર્વિવાદ વાત છે.
આ ગ્રંથમાંની કઠિન પ્રક્રિયાઓના અભ્યાસ, તે તે પ્રક્રિયાના યથાર્થ જ્ઞાતા ગુરુશ્રીની સમીપ કિવા તેમનાથી સ્થાર્થ વિધિ સંપાદન કરી કરવાની સાધકને અપેક્ષા છે. તે પ્રક્રિયાનું યથાર્થ સ્વરૂપ તથા રહસ્ય જાણ્યાવિના ગ્રંથમાંથી વાંચીને પેાતાની મેળે અનુષ્ટાન કરવાથી ઘણી વેલા વિપરીત પરિણામ આવવાનો સંભવ રહે છે, માટે જે જિજ્ઞાસુને યાગતત્ત્વવિદ્ મહાપુરુષના આશ્રય ન હોય તેવા જિજ્ઞાસુએ કાઈ યાગતત્ત્વવિદ્ કૃપાલુ પુરુષથી જે કઠિન પ્રક્રિયા પેાતાને સાધ્ય કરવાની ઇચ્છા કિવા આવશ્યકતા હાય તેનું સ્વરૂપ તથા રહસ્ય જાણી લઈ પછીજ તેમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે.
આ ગ્રંથનું નામ યાગકૌસ્તુભ હાવાથી તેના પ્રકરણનું નામ પ્રભા રાખવામાં આવેલું છે. આ ગ્રંથની સાળ પ્રભા છે. પ્રત્યેક પ્રભામાં કયા કયા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે પ્રસંગદર્શક અનુક્રમણિકા જોવાથી તથા પૂર્વપૂર્વ પ્રભના ઉત્તર ઉત્તર પ્રભાથી શા સંબંધ છે તે તે પ્રભા જોવાથી જણાઈ આવવાની સુલભતા હૈાવાથી અત્ર તેનું નિરૂપણુ કર્યું નથી.
અધિષ્ઠાનસત્તાની સાથે વૃત્તિનું અનુસંધાન કરવાવડે ત્રણ શરીરમાં રહેલા વાતે નિર્મૂલ કરી નિરતિશયાનંદ અનુભવવા ચ્છતા મુમુક્ષુજના આ ગ્રંથના અવલાકનદ્વારા પેાતાની વૃત્તિને શુભમાર્ગમાં ઉત્તરાત્તર અધિક આગળ વધારે એમ ઇચ્છી વૃત્તિ વિરામ પામે છે. વ્રુતિ શિવમ્
શ્રીસુદામાપુરી. સંવત્ ૧૯૫૩ આશ્વિન સુદ્ધિ ૪ ગુરુવાર.
***=
ރ