________________
[ ૨૮] ઉપરના નિર્ણય મુજબ સ્વપ્નની બોલીની ઉપજ દેવદ્રવ્ય ગણાય એવું શ્રી મુનિ-સંમેલને સર્વાનુમતે ઠરાવેલું છે. કેમકે સ્વપ્નની બલી પ્રભુના નિમિત્તે બેલાય છે.
વધુમાં શ્રી મુનિ સંમેલને પટ્ટક રૂપે સર્વાનુમતે કરેલા નિર્ણયની નીચે નવ પૂ. વૃદ્ધ આચાર્યની સહિ છે અને
ત્યાં ઈસ્વીસન-૧૯૩૪ એપ્રીલ માસ, તા-૫, ગુરૂવાર” એ દિવસ જણાવેલ છે.
૨ મજકુર હેન્ડબીલમાં બીજી હકીક્ત એ લખી છે કે - “રાધનપુરમાં પણ શ્રી સાગરસંઘે ૧૯૪૩ ભાદરવા સુદ ૧ ના રેજ સુપનાનું ઘી સાધારણમાં લઈ જવાને સવનુમતે ઠરાવ કરેલ છે. અને પૂજ્ય આત્મારામજી મહારાજે આ ઠરાવ કરવામાં કંઈ ખોટું નથી અને શ્રી સંઘ ઠરાવ કરી શકે છે એમ અભિપ્રાય આપેલ છે. ”
ઉપરની હકીક્તમાં પૂ. શ્રી આત્મારામજી મહારાજના નામે જે જણાવવામાં આવ્યું છે તે પણ ટુ હેવાનું પૂ.શ્રી આત્મારામજી મહારાજને વિ.સં ૧૯૯૮માં લખાયેલ અને વિ. સં. ૧૯૪૮માં પ્રગટ થએલે પ્રશ્નોત્તર જોતાં જણાઈ આવે છે.
ઉપરના બંને ખુલાસા ધ્યાનમાં લઈને જે કઈક કઈક સ્થળે સ્વપ્નની ઉપજ દેવદ્રવ્ય સિવાયના કેઈ ખાતામાં લઈ જવાતી હોય તે સ્થળે સુધારો કરી લેવાની વિનંતી છે. અને સ્વપ્નની ઉપજ દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું કરાવીને દેવદ્રવ્યના ભંગ અથવા દેવદ્રવ્યના ભંગના પાપથી ઉગરી જવાની વિનંતી છે.
લિ૦ શાસન પ્રેમી સંઘ
રાધનપુર.