________________
[ ૨ ] નોંધ - આ હકિકત પ્રથમ પણ એક વખત સ્પષ્ટ થઈ છે, છતાં વિશેષ સ્પષ્ટતા ખાતર આ. ભ. શ્રી વિજયવલ્લભસરિ મ.શ્રીના પિતાના વિચારે સ્વમદ્રવ્ય વિષે કેટલા સ્પષ્ટ સચોટ તેમજ સુવિહિત મહાપુરૂષની શાસ્ત્રમાન્ય પ્રણાલીને સુસંગત હતા. તે સુજ્ઞ વાચકવર્ગ વધુ સ્પષ્ટતાથી નિઃશંકપણે સમજી શકે તે માટે-ફરી-ફરીને આ પુસ્તિકામાં પિષ્ટપેષણ જેવું લાગે તે પણ જણાવાયેલ છે. જેથી એ સમજી શકાય કે સ્વરૂદ્રવ્ય દેવદ્રવ્ય જ છે, તે હકીકત ઠેઠ પુરાણકાલથી ચાલી આવતી સુવિહિત શાસ્ત્રાનુસારી પરંપરાથી માન્ય છે.
રાધનપુર જેવા કેટલાક ગામોમાં વર્ષોથી જે અશાસ્ત્રીય પ્રણાલી કોણ જાણે ગમે તે કારણે શરૂ થયેલી તે પ્રણાલીને “શાસ્ત્રીય છે, તેમજ પરંપરાનુસારી છે ' તેમ પ્રચાર કરનારાઓની તે વાત કેટલી મિથ્યા પકળ તથા તદ્દન વાહિયાત છે.” તે પણ આ બધા લખાણ તથા રાધનપુરના કેટલાક ભાઈઓએ બહાર પાડેલ હેંડબીલના જવાબમાં પૂ. સુવિહિત આચાર્યાદિ શ્રમણસંઘે જે સચોટ તેમજ સ્પષ્ટ પ્રતિકાર કરેલ છે તે પરથી સમજી શકાશે.
પર્વાધિરાજની શાસ્ત્રાનુસારી આરાધના થયા બાદ વિ. સં. ૨૦૨૨ ની સાલમાં રાધનપુરના શાસનપ્રેમી સંઘે તે હેંડબીલને જે જવાબ આપેલ તે પણ અત્રે પ્રાસંગિક હેવાથી રજૂ થાય છે: સં૦ રાધનપુરના કેટલાક ભાઈઓએ બહાર પાડેલ
- હેડબીલને સચોટ પ્રતિકાર રાજનગરમાં મળેલા શ્રી મુનિસંમેલને સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય એવું સર્વાનુમતે ઠરાવ્યું હતું.
શ્રી આત્મારામજી મહારાજનો અભિપ્રાય પણ એજ હતું કે “સ્વપ્ન ઉતારવાં, ઘી બોલવું ઈત્યાદિક ધર્મની પ્રભાવના અને જિનદ્રવ્યની વૃદ્ધિને હેતુ છે.”