________________
મંત્રીએ કહ્યું : “ભવમાં એક વાર આવા તીર્થોદ્ધારનું સુકૃત કરવા પણ કો'કને મળે. તે તો એવા સમાચાર આપ્યા છે કે એક જન્મમાં બબ્બે વાર આવા તીર્થોદ્ધારનું સુકૃત મારા હાથે થશે. દીવાલમાં ભલે તિરાડો પડી. મારા મનમાં એક સળ પણ પડી નથી. કાલથી કામ ફરીથી શરૂ કરાવીશું.'
| ધરતીકંપ વખતે કેટલાંય મકાનો ધરાશાયી થાય છે અને ત્યારે ઘણા લોકો સ્વજનવિહોણા અને ઘરવિહોણા બની જાય છે. પણ એ ગૃહત્યાગ નથી હોતા, ગૃહભંગ હોય છે. નુકસાનને પરાણે વેઠવું પડે એ તો લાચારી છે. નુકસાનીને અપનાવવાની હિંમત બહુ ઓછા માઁ પાસે હોય છે.
આ બધા પ્રસંગોને મનમાં ધારી રાખો. વર્ષોની મહેનતે ઊભી કરેલી મૂડી એક ઝાટકે બજારમાં ફરવા ચાલી જાય ત્યારે આ મહાપુરુષોના આદર્શો અને અભિગમો કેટલી સાંત્વના આપે ! વર્ષો સુધી નિયમિત રીતે જેની સાથે લેતી-દેતી કરવા દ્વારા વેપારી સંબંધ સ્થપાયો હોય તેવી કોઈ પાર્ટી સાથે, વેપારમાં નવા જ જોડાયેલા દીકરાના બોલવાના કારણે સંબંધ વિચ્છેદ થઈ જાય ત્યારે જે નુકસાન થાય છે તે નાનું તો ન જ કહેવાય. પણ તેવા સમયે આવા ક્લાસિક ઉદાહરણો આપણા બહુમૂલ્ય મનની માવજત કરવામાં સહાય કરે છે. વર્ષો સુધી સાચવી રાખેલી કો'ક ચીજ અચાનક તૂટી જાય, ફાટી જાય અથવા ખોવાઈ જાય ત્યારે મનની પ્રસન્નતા જાળવી રાખવામાં આવા આદર્શો જ સહાયક બને.
મહેનત કરીને પૂરેલી રંગોળી કે દોરેલું ચિત્ર કોઈનાથી ભૂંસાઈ જાય, કરેલું ભરતકામ કોઈ બગાડી નાંખે એટલા માત્ર નુકસાનને પણ આપણું મન સહન કરી શકતું નથી. તૈયાર કરેલી થર્મોકોલની રચના પણ જો કોઈના દ્વારા તૂટી જાય તો પણ તરત નંદવાઈ જાય તેવાં નબળાં મનનાં આપણે માલિક છીએ. આવાં મનને મજબૂત કરવા આ બધા કિસ્સાઓને સતત વાગોળવા જેવા છે. ભૂકંપમાં પડી જાય તેવાં મકાનો અને ભૂકંપ વખતે ટકી શકે તેવાં મકાનો બહારથી તો
--
—– મનનો મેડિકલેઈમ (૮૯)
–