________________
7 પોઝિટિવ આઉટલુક
જૈનાચાર્ય પૂજ્ય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજે પોતાના એક અતિપ્રિય ગ્રંથ ઉપર વિસ્તૃત વિવેચના લખી હતી. નસીબ જોગે પ્રેસવાળાને આપેલી તે કોપી ખોવાઈ ગઈ. બીજી કોપી રાખી નહોતી. બધી મહેનત માથે પડે ત્યારે આ ઘટનાને સહેલાઈથી કોઈ લઈ શકે ખરું ? આચાર્ય ભગવંતે એટલું કહ્યું : ‘ચલો, કાંઈ શુભ સંકેત હશે. જેવું લખાવું જોઈએ તેવું નહીં લખાયું હોય. ફરીથી આખો ગ્રંથ લખાયો અને ધ્યાનવિચા૨ના નામે પ્રગટ થયો. પુસ્તકના પાને પાને લેખકના મનની પ્રશાંતવાહિતા વહેતીદેખાય.'
આવો જ એક પ્રસંગ મારા દાદા ગુરુદેવ પૂજ્ય આચાર્યશ્રી ધર્મજિતસૂરીશ્વરજી મહારાજાના જીવનમાં બનેલો. કર્મપ્રકૃતિ જેવા જટિલ ગ્રંથનું દોહન કરીને નોટ્સ તૈયા૨ કરેલી. આ લખાણની વિશેષતા એ હતી કે કોષ્ટકો અને સંકેતો દ્વારા બહુ ટૂંકાણમાં અનેક પદાર્થોને આવરી લેવાયા હતા. મહિનાઓ સુધી મહેનત કરીને તૈયાર કરેલી આ ચોપડી અજાણતા કોઈનાથી આખી જ ભીની થઈ ગઈ. પાનાં તો સાવ ચોંટી ગયાં. સાહી પ્રસરી ગઈ અને આખી નોટનો લોચો વળી ગયો. જેનાથી આ ભૂલ થયેલી તે એકદમ હેબતાઈ ગયેલા. ત્યારે આચાર્ય ભગવંતે સામેથી તેમને બોલાવીને કહેલું : ‘જુઓ, જરાય ગભરાશો નહીં. આખો ગ્રંથ ફરીથી રિફર કરવાની એક સ૨સ તક મને મળી છે. હું દિલથી તેને વધાવું છું. હું ફરીથી નોટ બનાવીશ.'
જાણીતા જૈન સાહિત્યકાર શ્રી મોહનલાલ દલિચંદ દેસાઈ દિવસ-રાત ભેગા કરીને જ્યારે જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસના લેખનકાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે તેઓ ક્રમસર લખવાના પ્રકરણોની
મનનો મેડિકલેઈમ ૮૭
-0-0