________________
આજે મોબાઈલ વગરનો માણસ એટલે જાણે વિકલાંગ પુરુષ! નીચે ઊભેલા દીકરાને બોલાવવા માટે પહેલાના પપ્પા બૂમ મારતા. આજના પપ્પા મોબાઈલ મારે છે. આમાં પોતાના હાથે જ પોતાના ગળાનું અને પગનું ઘોર અપમાન થયાનું કોને લાગે છે? દીકરાને મમ્મી વગર ચાલે પણ મોબાઈલ વગર ના ચાલે, ત્યારે તેવા દીકરાને તેની જનેતાનું નામ પૂછવું જોઈએ. પિતાને દીકરા સાથે બેસવાની ફુરસદ નથી હોતી પણ મોબાઈલને તે સતત હાથવગો રાખે છે. ત્યારે તે પિતાને પૂછવું જોઈએ કે તમારા ઘડપણની લાકડી કોણ છે? જેના ખિસ્સામાં મોબાઈલ ન હોય તેને સવાશેરમાટીની ખોટ વર્તાય છે.
આ જળો કેવો ચોંટે છે અને ચૂસે છે તે જોયું. માત્ર પ્રાયોગિક ધોરણે પંદર દિવસ મોબાઈલને દૂર કરી જુઓ. “આપણે ધારીએ તે કરી શકીએ.' વાળો ફેમસ ડાયલોગ કદાચ ગળી જવો પડશે.
રિમોટ કંટ્રોલિંગ તો વળી જબરું છે. હાથપગ હલાવ્યા વગર જ માત્ર ચાંપ દાબીને ચેનલ બદલી શકાય, રિમોટથી દરવાજો પણ ખોલી શકાય, રિમોટથી પ્લેન પણ ઉડાવી શકાય અને આવડત અને હિંમત(!) હોય તો રિમોટથી આખું મુંબઈ પણ ઉડાવી શકાય. ઊઠ-બેસના ઘણા શ્રમને આ રિમોટ ગળી ગયું છે. સાથે મનની ચંચળતા પણ તેણે કેટલી વધારી દીધી! પલંગમાં જ પડ્યા રહીને ચાંપ દબાવીને ચેનલો બદલતા રહો. રિમોટ બગડે અને ચાંપ દબાવવા છતાં કામ ન થાય એટલે પિત્તો જાય... કારણ કે રૂની પોચી કબરમાંથી માણસને ઊભા થવું પડ્યું ને!
ચડવાની ટેવ છૂટ્યા પછી ચડવું ભારે પડે અને ઊઠ-બેસની ટેવ છૂટ્યા પછી વારંવાર ઊઠવું પણ ભારે પડે. શોફરના શરણે ગયેલાને ગાડીનો દરવાજો ખોલવામાં પણ પુષ્કળ પરિશ્રમ પડે છે. મુંબઈમાં ટૅક્સી-રિક્ષાવાળા ભેગા મળીને સ્ટ્રાઈક પર ઊતરે છે ત્યારે મુંબઈગરાની જોવા જેવી થાય છે. ઘાટી ન આવે ત્યારે ગૃહિણીનો મોઢાનો ઘાટ જોવા
–----
– મનનો મેડિકલેઈમ (૭૯)