________________
બુદ્ધના વર્ગીકરણને વધુ સરળ અને સ્પષ્ટ કરવું હોય તો એમ કહેવું પડે કે લબ્ધિપ્રયોગ એ નાનો ચમત્કાર અને શુદ્ધિપ્રયોગ એ મોટો ચમત્કાર.
પ્રાચીન જૈન ગ્રંથોમાં તથા અન્ય કેટલાય શાસ્ત્રોમાં અનેક પ્રકારનીલબ્ધિઓ અંગેની વાત આવે છે. તેનું વર્ણન પણ ભારે રોમાંચક હોય છે. અમુક લબ્ધિઓ દ્વારા માણસ કાનથી જોઈ શકે, આંખથી સાંભળી શકે. અમુક લબ્ધિઓ દ્વારા માણસ પાણી પર જમીનની જેમ ચાલી શકે ને વગર પાંખે આકાશમાં ઊડી શકે.
લબ્ધિઓનો યુગ પૂરો થયો ત્યાં વિજ્ઞાનયુગ શરૂ થયો. લબ્ધિ દ્વારા કે વિજ્ઞાન દ્વારા માનવીય જીવનમાં જે ફેરફારો કે ચમત્કારો સર્જી શકાય છે તે બધા બાહ્ય સ્તરે જ હોય છે. ધર્મ દ્વારા જે પરિવર્તન થાય તે આંતરિક સ્તરે થાય છે. તેથી એમ કહેવું હોય તો કહી શકાય કે વિજ્ઞાન નાના ચમત્કારો કરી શકે છે. જ્યારે ધર્મ મોટા ચમત્કારોમાં માને છે.
બ્રિટનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન ડેલેસને કેન્સર થયેલું ત્યારે તેણે આખી દુનિયા ગાંડી કરી દીધી. રોગ અસાધ્ય હતો તો તેની જિજીવિષા પણ અસાધ્ય હતી. છેવટે રોગ આગળ લાચાર બનીને વધુ જીવવાની અધૂરી ઈચ્છા સાથે તેણે જીવન પૂર્ણ કરવું પડેલું. બરાબર એ જ સમયગાળામાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સ્વ. પૂજ્ય ગુરુદેવ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના લઘુ બંધુ અને પ્રથમ શિષ્ય પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજી મહારાજને પણ કેન્સર થયેલું. પાણી લેવાનું પણ દુષ્કર બનતું ગયું.
કેન્સર જેવી ભયાનક બીમારીનો ભોગ બનેલા દર્દીને ખોરાક લેવાનું બંધ થઈ જાય તે બને. પણ એટલા માત્રથી તેની ખાવાની ઈચ્છા શમી જતી નથી. રોગ છેવટની કક્ષાએ પહોંચીને જીવનને ગ્રસી જ
------– મનનો મેડિકલેઈમ (૬૪)