________________
પહેલાં ઘરમાં એકાદ પાત્ર એવું રહેતું, જે કુટુંબ હિતની બુદ્ધિથી છૂપી રીતે બચત કરતું રહે. ક્યારેક કટોકટી સર્જાય ત્યારે તે બચત ઘણી રાહત આપતી. હવે ઘરમાં એવાં પાત્રો મળે છે, જે છૂપી રીતે રકમ મેળવીને છૂપા ખર્ચા કરી નાંખે છે. આખા કુટુંબના જીવનમાં અસલામતી અને અસમાધિના આંધણ મૂકે છે.
કૉલેજમાં કોઈ સ્પેશિયલ ડે ઊજવવા પાછળ જે નબીરો માસિક ઘરખર્ચ જેટલી તબાહી સર્જી શકતો હોય, રેસ્ટોરન્ટની કલાકની મુલાકાતમાં જે લોકો ખિસ્સામાંથી ઉપલબ્ધ સૌથી ઊંચી કરન્સી નોટ ચૂકવી દેતા હોય, લગ્નાદિના પ્રસંગોમાં સંપત્તિનું વરવું પ્રદર્શન કરવામાં જેમને છોછ ન હોય, નવરાત્રિના અને થર્ટી ફર્સ્ટ નાઈટના નિપ્રયોજન અને નિર્લજ્જ જલસા પાછળ જેઓ કોઈ કસર રાખવામાં માનતા ન હોય તે લોકોને અર્થત્યાગની વાત તો ઠીક પણ અર્થની કિંમત પણ ખરા અર્થમાં સમજાઈ નથી. સમાધિદેવી આવા લોકોથી મોં ફેરવી દેછે.
આવા લોકો આકસ્મિક આપત્તિકાળ વખતે લગભગ બરાબરના ભીડાય છે. બિનજરૂરી દુર્બયને બેરોકટોક ચાલવા દેનારાને જતે દહાડે જરૂરી સામગ્રી માટે પણ ક્યારેક ખેંચ પડે તો નવાઈ નથી. આર્થિક સલામતીના કારણે દુર્ગાનમાં અટવાયેલા લોકોમાંથી ઘણો મોટો વર્ગ એવો હશે કે જેમણે પોતાના દિવસો હતા ત્યારે વ્યય અંગેનું ઔચિત્ય ન જાળવીને પોતાની ચિત્ત સમાધિને જોખમમાં મૂકી દીધી છે.
કોઈને દીકરાના એડમિશનનો પ્રશ્ન સતાવે છે. કોઈને દીકરીનો પ્રસંગ પાર પાડવાની ચિંતા છે. કોઈને આકસ્મિક બીમારીના ખર્ચને પહોંચી વળવાની ફિકર છે. વેપાર વધારવાની લ્હાયમાં કોઈ લીધેલી રકમનું વ્યાજ પણ ભરી શકતો નથી તો વધુ વ્યાજ મેળવવાની લ્હાયમાં
-----– મનનો મેડિકલેઈમ (૫૯)