________________
ક્યારેક આ મમ્મી શત્રુંજય તીર્થાધિરાજની સંપૂર્ણ ભાવયાત્રા કરાવતી. દીકરાના બે કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ ન પડતી. ક્યારેક અઢાર પાપસ્થાનક યાદ કરાવવા પૂર્વક પશ્ચાત્તાપ કરાવતી. ક્યારેક તમામ જીવો સાથે ક્ષમાયાચના કરાવતી. ક્યારેક મુંબઈના દેરાસરોની યાદ અપાવતી જાય અને ક્યાં કયા મૂળનાયક ભગવાન છે તે દીકરાને પૂછતી જાય. આ રીતે રોજ સરેરાશ ૨૦થી વધુ જિનાલયોની માનસયાત્રા થઈ જતી. ઘરના બધા પણ આ સમાધિપ્રદાનની ભવ્ય સાધનામાં ઉત્તરસાધક બનતા.
એક વાર તો ઓ દીકરો ભાવવિભોર બનીને બોલી ગયો . “મમ્મી!કેટલું સારું થયું કે હું માંદો પડ્યો!તું કેટલું બધું સારું યાદ કરાવે છે. જો સાજો સારો હોત તો મને રમવા સિવાય કાંઈ જ ન સૂઝતું હોત.” આ વાક્ય સાંભળીને તત્કણ બધાની આંખો ભીની બની ગયેલી. કારણ કે આ એ જ દીકરો હતો, જેણે માત્ર પંદરેક દિવસ અગાઉ જ ડૉક્ટરને ઝેરના ઇંજેક્શન માટે વિનંતી કરેલી. આખા ઘરના સહિયારા પ્રયત્ન સર્જલો ચમત્કાર સહુ સ્તબ્ધતાથી નિહાળી રહ્યા. પણ ક્રોડો ધન્યવાદ છે એ મમ્મીને જેણે ગજબનું ધૈર્ય અને સત્ત્વ રાખીને આખું ચિત્ર જ બદલી નાંખ્યું.
થોડા દિવસ બાદ અચાનક તબીયત લથડી... આયુષ્યનો છેલ્લો દિવસ ઊગી ચૂક્યો હતો. ઘરના દરેક સભ્યોની ઉપસ્થિતિમાં દીકરાને અંતિમ નિર્ધામણા કરાવી રહી છે તેની મમ્મી. “બેટા! પરીક્ષાની ખરી ઘડી આવી રહી છે. બસ હવે થોડી જ વખત પીડા જીરવવાની છે. સામે દીવાલ પર લગાવેલી પરમાત્માની છબી નજીક લાવવામાં આવી.” દીકરાને સાવચેત કરતાં મમ્મીએ કહ્યું : “હવે બીજા કોઈ નહીં બચાવે. માત્ર પરમાત્મા જ સમાધિ આપશે. પરમ કૃપાળુ કેટલા નજીક આવી ગયા. જો !” દીકરાએ એકીટસે છબી સામે આંખો ટેકવી દીધી. સ્થિર આંખે તે
---—– મનનો મેડિકલેઈમ (૪૬)