________________
ખાનપાન અને બેફિકર ખર્ચ જે પ્રભુ આજ્ઞાથી લઈને શરીરની મર્યાદા સુધીનું કાંઈ જ સાચવ્યું નથી, તેનું પરિણામ બીજું શું આવે? બેફામ ભોગનો દીકરો છે, બેફામ રોગ.
રોગ વખતે હાયવોય કરતા પૂર્વે કરેલાં કૃત્યો, આચરેલી હિંસાની જીવંત કેસેટને જરા રિવાઈન્ડ કરીને જોઈ તો લો સહેજ કરડતા માંકડ કે મચ્છરની આખી ટીમને “ઓલ આઉટ' કરી દેવા સુધીની નીંભરતા દાખવી છે. મચ્છરના ચટકા સહન કરવાને બદલે મચ્છરોને જ ઝટકા દઈ દીધા છે. પછી રોગના ચટકા ખાવા જ પડે ને!
હિંસાના પાયા ઉપર જ જેનું ઉત્પાદન હોય તેવી કેટલીય ચીજવસ્તુઓ વાપરું છું. કોમળ સસલાં ને વાંદરાં જેવાં પ્રાણીઓ પર થતા અત્યાચારોનો વિચાર કર્યા વગર સૌંદર્ય પ્રસાધનો, પરફ્યુમ્સ અને શેમ્પ વાપરનારનું શરીર આખરે રોગોને ઉત્પન્ન કરતું કારખાનું ન બને તો બીજું શું બને?
મારી સામે કોઈ જવાબ આપે તો સીધો હાથ ઉપાડીને પછી જીભ ઉપાડવાનો મારો ક્રમ લગભગ ચૂકતો નથી. હવે હાથના કર્યા હૈયે વાગ્યા છે. તેમાં મારા સિવાય બીજા કોનો વાંક હોઈ શકે ?
સહેજ આડું બોલનાર કે તેવું વર્તન કરનારને સીધા વેંતરી નાંખવાની વાર્તા કરતા અચકાયો નથી. તો કર્મો મને વેંતરવામાં પાછીપાની શેની કરે?
- ઘરમાં મચ્છરને માર્યા, પલંગમાં માંકડને માર્યા, ફર્નિચર પર થયેલી ઉધઈને મારી, બારી, બારણાં ને માળિયામાં ગરોળીઓ મારી, ગાડીઓ ચલાવતા કેટલાય જંતુઓ માર્યા. રસોડામાં કીડી, મંકોડા ને વાંદાને માર્યા, મોઢામાં અનંતકાયને ચાવી ગયો, માથામાં જૂને મારીને પેટમાં રહેલા બાળક સુધી મારી હિંસકવૃત્તિનો ધારદાર છરો ફરી વળ્યો
-------—– મનનો મેડિકલેઈમ (૨૦)
-
-