________________
“હેયા બાળવા કરતાં હાથ બાળવા સારા.” આ કહેવતનો ઉપયોગ કામ સોંપતા પૂર્વે કરવાનો હોય છે. આપણે કામ સોંપ્યા પછી કરીએ છીએ.
કોઈની સાથે સારી એવી બોલાચાલી થયા પછી છેલ્લે “ન બોલવામાં નવ ગુણ' એમ કહીને આપણે વોક આઉટ કરી જઈએ છીએ. આ કહેવતનો ઉપયોગ બોલવાની શરૂઆત કરતાં પહેલાં કરવાનો હોય છે. પણ ફરી આપણે જમ્યા પહેલાં લેવાની દવા જમ્યા પછી લેવાનું રાખ્યું.
- બપોરના આરામ ફરમાવતા હોઈએ ત્યારે અચાનક અવાજ થાય ત્યારે ઊંઘમાં ખલેલ પડે છે. અને સાથે જ પ્રસન્નતામાં પણ ખંડપડે છે. ઘરનો દરવાજો બે વખત ખટખટાવવા છતાં ખૂલતા વાર લાગે ત્યારે મનની મશીનગન તરત જ કાર્યરત થઈ જાય છે. પથારીમાં સળ પડે તે વાસ્તવમાં શરીરને તો ખૂંચતી જ નથી, પણ મનને તે ખૂબ ખૂંચે છે. શર્ટની ઈસ્ત્રી બરાબર ન થઈ હોય તો કપાળ પર લકીરો પ્રગટ થાય છે. - ઘરમાં વસ્તુ અસ્તવ્યસ્ત પડેલી હોય તો પણ મન બગડે. દીકરાના માથાના વાળ સરખા ન હોય તો પણ મન બગડે. કપડાંની ગડી બરાબરન હોય ત્યારે પણ મન બગડે. કોઈ વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી ન મૂકે તો પણ મન બગડે. કોઈ પૂછ્યા વગર પોતાની વસ્તુ ઉપાડે તો પણ મન બગડે.
કોઈ મોડે સુધી ઊંઘે નહીં ત્યારે મન બગડે છે, કોઈ મોડે સુધી ઊંઘતો રહે ત્યારે પણ બગડે છે. કોઈ ધીમું ધીમું બોલે ત્યારે મન બગડે છે, કોઈ મોટા અવાજે બોલે ત્યારે પણ મન બગડે છે. કોઈ જરા ય કામ ન કરે ત્યારે મન બગડે છે, કોઈ બધે વચ્ચે આવે ત્યારે પણ મન બગડે છે, માંગેલી ચીજન મળતા, કે વણમાગી સલાહ મળતા પણ મન બગડે છે.
સમય બગડતાં મન બગડે છે, રસોઈ બગડતાં મન બગડે છે,
----
– મનનો મેડિકલેઈમ (૯૭)
-
-
---