________________
શ્રી સુવિધિનાથ ભગવાનનું સ્તવના
સંવેદના સુગ્રીવ રાજાના પુત્ર અને શ્રી રામાદેવીરૂપ નંદનવનની ભૂમિમાં કલ્પવૃક્ષરૂપ એવા હે સુવિધિનાથ !
અમારું શીધ્ર કલ્યાણ કરો.
સમેતશિખર ટુંકનો દુહો સુપ્રભગિરિ ટુંક સુવિધિનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂરું અનંતી વાર.
મેં કીનો નહીં તુમ બીન ઔર શું રાગ (૨). દિન દિન વાન ચઢત ગુન તેરો, જ્યે કંચન પર ભાગઃ
ઔરન મેં હૈ કષાય કી કલિમા, સો ક્યું સેવા લાગ ... મેં. ૧. રાજહંસ તું માન સરોવર, ઔર અશુચિ રૂચિ કાગઃ વિષય ભુજંગમ ગરૂડ તે કહીયે, ઔર વિષય વિષ નાગ ... મેં૨.
ઔર દેવ જલ છિલ્લર સરીખે, તું તો સમુદ્ર અથાગઃ તું સુરતરુ જન વાંછિત પૂરણ, ઔર તો સૂકે સાગ ... મેં. ૩. તું પુરુષોત્તમ, તું હી નિરંજન, તું શંકર બડભાગઃ તું બ્રહ્મા, તું બુદ્ધ મહાબલ, તું હી જ દેવ વિતરાગ ... મેં. ૪. સુવિધિનાથ તુમ ગુન કુલનકો, મેરો દિલ હૈ બાગઃ જસ કહે ભ્રમર રસિક હોઈ તામે, લીજે ભક્તિ પરાગ ... N. ૫.
જાપ : ૐ હ્રીં શ્રીં અહં સુવિધિનાથાય નમઃ |
જાપ ફળ : બધા વશ થાય.
ભગવાન ૩ ભવ (૧) પઘરાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
(૨) વૈજયંત દેવ (૩) સુવિધિનાથ ભગવાન.
થોય નરદેવ ભાવવો, જેહની સારે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં ક્યું મેવોઃ જોતાં જગ એહવો, દેવ દીઠો ન તેહવો, "સુવિધિ" જિન જેહવો, મોક્ષ દે તતખેવોઃ
શ્રી સુવિધિનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના ૧, ચ્યવન કલ્યાણક તિથિ - મહા વદ ૯ જાપ - ૐ હ્રીં સુવિધિનાથાય પરમેષ્ઠિને નમઃ ૨, જન્મ કલ્યાણક, તિથિ - કારતક વદ ૫ જાપ - ૐ હ્રીં સુવિધિનાથાય અહત નમ: ૩, દિક્ષા કલ્યાણક તિથિ - કારતક વદ ૬ જાપ - ૐ હ્રીં સુવિધિનાથાય નાથાય નમ: જ, કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - કારતક સુદ ૩ જાપ - ૐ હ્રીં સુવિધિનાથાય સર્વજ્ઞાય નમ: - ૫. મોક્ષ કલ્યાણક તિથિ - ભાદરવા સુદ ૯ જાપ - ૐ હ્રીં સુવિધિનાથાય પારંગતાય નમઃ
૫૩