________________
શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્ર - ચૈત્યવન્દનમ્
(ત્રોટક છન્દઃ)
જયવન્તમનન્તગુણેનિભૃત, પૃથિવીસુતમદ્ભુતરૂપભૃતમ્, નિજવીર્યવિનિર્જિતકર્મબલં, સુરકોટિસમાશ્રિતપત્કમલમ્ II ૧ || નિરુપાધિકનિર્મલસૌખ્યનિધિ, પરિવર્જિતવિશ્વદુરન્તવિધિમ્, ભવવારિનિધેઃ પરપારમિત, પરમોજ્જલચેતનયોમ્મિલિતમ્ ॥ ૨ ॥ કલૌતસુવર્ણશરીરધર, શુભપાર્શ્વસુપાર્શ્વજિનપ્રવરમ્, વિનયાડવનત: પ્રણમામિસદા, હૃદયોદ્ભવભૂરિતરપ્રરમુદા II ૩ II
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું સ્તવન
ઐસે સ્વામી સુપાર્શ્વસે દિલ લગા,
સુખ જગા, દુઃખ ભગા જગતારણા....
રાજહંસ કું માન સરોવર, રેવા જલ જયું વારણા, ખીર સિંધુ જ્યું હરિ કું પ્યારો, જ્ઞાની કું તત્વ વિચારણા ૧ મોર કું મેહ ચકોર કું ચંદા, મધુ મનમથ ચિત્ત ઠારના, ફૂલ અમૂલ ભ્રમર હું અંબ હી, કોકિલ શું સુખ કારના ૨ સીતા કું રામ કામ જ્યે રતિ કું, પંથી કું ઘર બારના, દાની કું ત્યાગ યાગ બમ્મન કું યોગી કું સંચમ ધારના ૩ નંદનવન જ્યું સુર કું વલ્લભ, ન્યાયી કું ન્યાય નિહારના, ત્યું મેરે મન તુંહી સુહાયો, ઓર તો ચિત્તમેં ઉતારના ૪ શ્રી સુપાર્શ્વ દરિશન પર તોરે, કીજે કોટી ઉવારના, શ્રી નય વિજય વિબુધ સેવક છું, દિયો સમતા રસ પારણા ૫
થોય
સુપ્રાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પોંચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી પાંત્રીશ ગુણ ખાણી, સૂત્રમાં જે ગુંથાણી, ષટ્ દ્રવ્યશું જાણી, કર્મ પીલે જ્યું ધાણી.
સંવેદના
શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળરૂપી ગૃહના પ્રતિષ્ઠાસ્તંભ રૂપ અને પૃથ્વી માતારૂપ મલયાચળમાં ચંદન સમાન હે સુપાર્શ્વનાથ ! મારી રક્ષા કરો.
સમેતશિખર ટુંકનો દુહો
ઉધોતગિરિ ટુંક સુપાર્શ્વનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂરું અનંતી વાર.
જાપ : ૐ હ્રીં શ્રીં અહં સુપાર્શ્વનાથાય નમઃ || જાપ ફળ : ઈચ્છિત જવાબ મળે.
ભગવાન ૩ ભવ
(૧) નંદીષેણ (સમકિતની પ્રાપ્તિ) (તીર્થંકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન) (૨) છઠ્ઠું ગ્રેવેયકમાં દેવ (૩) સુપાર્શ્વ નાથ ભગવાન
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના
૧. ચ્યવન કલ્યાણક તિથિ - શ્રાવણ વદ ૮ જાપ - ૐ હ્રીઁ સુપાર્શ્વનાથાય પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - જેઠ સુદ ૧૨ જાપ - ૐ હ્રીઁ સુપાર્શ્વનાથાય અર્હતે નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - જેઠ સુદ ૧૩ જાપ - ૐ હ્રીં સુપાર્શ્વનાથાય નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - મહા વદ ૬ જાપ - ૐ હ્રીઁ સુપાર્શ્વનાથાય સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - મહા વદ ૭ જાપ - ૐ હ્રીઁ સુપાર્શ્વનાથાય પારંગતાય નમઃ
૪૩