________________
प्रवधा
आत्मनिवेदन
कीर्तन
૮) સવર્થ સિદ્ધ વિમાનમાં સંગીતનું સુખ ૦
જૈન ધર્મગ્રંથોમાં સવર્થિ સિદ્ધ નામના વિમાનમાં રહેતા દેવતાઓના સંગીત સુખનું વર્ણન આવે છે. દેવ વિમાનની આંતરિક રચના બતાવતાં કહે છે કે તે દેવો હંમેશા શયામાં સુતા જ રહે છે, ત્યારે તેઓની ઉપર ૨૫૩ મોતીનું એક સુંદર ઝુમ્મર લટકતું હોય છે. તેની રચના સમજવા જેવી છે. ૦ સૌથી વધે ૬૪ મણ વજનનું એક મોતી હોય છે..
તેની ચારે બાજુ ૩૨-૩૨ મણ વજનનાં ચાર મોતી હોય છે. બીજા વલયમાં ૧૬-૧૬ મણ વજનનાં આઠ મોતી હોય છે.
ત્રીજા વલયમાં ૮-૮ મણ વજનનાં સોળ મોતી હોય છે. • ચોથા વલયમાં ૪-૪ મણ વજનનાં બત્રીશ મોતી હોય છે. પાચમાં વલયમાં ૨-૨ મણ વજનનાં ચોસઠ મોતી હોય છે. છઠ્ઠા અને છેલ્લા વલયમાં ૧-૧ મણ વજનનાં એક્સો.
અઠ્ઠાવીસ મોતી હોય છે. આ બધા મોતીઓના વજન અને સંખ્યાનો ચોક્કસ ગુણોત્તર છે અને તે બધા મોતી પવનના કારણે વચલા મોતીઓની સાથે અથડાય છે અને અફળાવાથી ચોક્કસ જુદી જુદી કંપ સંખ્યાવાળા ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એ ધ્વનિઓની કુદરતી સંયોજનો દ્વારા ઉત્તમ પ્રકારના સુંદર રાગ રાગિણી તથા નાટક ઉત્પન્ન થાય છે. અને શૈયામાં પોઢેલા દેવ તે જુએ છે અને આનંદ માણે છે.
एमरण
रदास्य
पादरोगन
૧૮૦ )