________________
સામુહિક પ્રભુ સ્તુતિ
૨૪ ભગવાનની ધૂનો.
દેવ મારા આજથી હું તારો બનીને જાઉ છું. દિલડાના દેવ મારા દિલ દઈને જાઉ છું. મનડાની ભક્તિ કેરી હેંક મુકતો જાઉ અંતરના આપેલ આશિષ અંતરમાં લઈ જાઉ છું. ફરી ફરી મળવાનો તમને કોલ દઈને જાઉ છું. નિભાવવાનો ભાર તારે માથે મુકતો જાઉ છું. શ્વાસે શ્વાસે નામ જપીશ હું સોગંદ દઈ કહી જાઉ છું. જુગ જુગ જીવો ઝાઝી ખમ્મા ચરણાં ચૂમતો જાઉ છું.
પહેલા ઋષભદેવ, બીજા અજિતનાથ, ત્રીજા સંભવનાથ, દેવ રે મોક્ષ ગામી ભવથી ઉગારજો, શિવ ગામી ભવથી ઉગારજો, ચોથા અભિનંદન, પાંચમાં સુમતિનાથ, છઠ્ઠા પડાપ્રભુ, દેવ રે મોક્ષ ગામી ભવથી ઉગારજો, શિવ ગામી ભવથી ઉગારજો, સાતમા સુપાર્શ્વનાથ, આઠમા ચંદ્રપ્રભુ, નવમા સુવિધિનાથ, દેવ રે મોક્ષ ગામી ભવથી ઉગારજો, શિવ ગામી ભવથી ઉગારજો, દસમે શીતલનાથ, અગિયારમાં શ્રેયાસનાથ, બારમા વાસુપુજ્ય, દેવ રે મોક્ષ ગામી ભવથી ઉગારજો, શિવ ગામી ભવથી ઉગારજો, તેરમા વિમલનાથ, ચૌદમા અનંતનાથ, પંદરમા ધર્મનાથ, દેવ રે મોક્ષ ગામી ભવથી ઉગારજો, શિવ ગામી ભવથી ઉગારજો, સોળમા શાંતિનાથ, સત્તરમા કુંથુનાથ, અઢારમા અરનાથ, દેવરે મોક્ષ ગામી ભવથી ઉગારજો, શિવ ગામી ભવથી ઉગારજો, ઓગણીસમા મલ્લિનાથ, વીસમા મુનિસુવ્રત, એકવીસમા નમિનાથ, દેવરે મોક્ષ ગામી ભવથી ઉગારજો, શિવ ગામી ભવથી ઉગારજો, બાવીસમા નેમનાથ, તેવીસમા પાર્શ્વનાથ, ચોવીસમા મહાવીર સ્વામી, દેવ રે મોક્ષ ગામી ભવથી ઉગારજો, શિવ ગામી ભવથી ઉગારજો,
૨૪ જિન મંગલમ
આદિ મંગલમ્ આદિનાથ મંગલમ, જિન મંગલમ્ ૨૪ જિન મંગલમ શાંતિ મંગલમ્ શાંતિનાથ મંગલમ, જિન મંગલમ્ ૨૪ જિન મંગલમ્ નેમી મંગલમ્ નેમીનાથ મંગલમ્, જિન મંગલમ્ ૨૪ જિન મંગલમ્ પાર્શ્વ મંગલમ્ પાર્શ્વનાથ મંગલમ્, જિન મંગલમ્ ૨૪ જિન મંગલમ્ વીર મંગલમ્ મહાવીર મંગલમ, જિન મંગલમ ૨૪ જિન મંગલમ્
(૧૭)