________________
સંધ્યા ભક્તિા
ઓ વિતરાગી, વિનવું છું સ્વામી....
ઓ વિતરાગી, વિનવું છું સ્વામી, અમને ઉગારો, અંતરયામી, તમે વિતરાગી અમે રંગરાગી, તોય તમારી, કરૂણાના કામી... (૧)ઓ વિતરાગી.....
ક્યારે જનમના, પાપો નડે છે, જુદાઈની પીડા, સહેવી પડે છે, મનડુ ઝૂરે આ, તન તરફડે છે, કર્મો આ કેવા, કિસ્મત ઘડે છે... (૨)ઓ વિતરાગી.... વરસોથી આંખો, વરસી રહી છે, છતાં મારી નજરુ તલસી રહી છે, દરસ દિખાવો, તરસ છીપાવો, મારા મનડાની, મુંઝવણ મીટાવો... (૩)ઓ વિતરાગી..... તરફડે તૂટેલી વૃક્ષની ડાળી, લાગણીઓ મારી, થઈ ગઈ છે આળી. એકલા હાથે, વાગે ના તાળી, તારા વિનાની, આ જિંદગાની ખાલી... (૪)ઓ વિતરાગી..... મને થાય મનમાં, મળું છું તમોને, પણ તમે ક્યાં છો તે, પૂછું હું કોને, તમે જો આપની, પ્રીત સંભાળો, મને મળવની,કેડી બતાવો... (૫)ઓ વિતરાગી... દિવસો ડૂબે ને, વિતે છે રાતો, જનમો જનમનો, આપણો નાતો, જો જે ભૂલાયના, પ્રીતની વાતો, ઝંખે છે જ્યોત આ, દિવડો બૂઝાતો... (૬)ઓ વિતરાગી.....
શંખેશ્વર દાદા તારી મુરતિ છે પ્યારી...
(રાગઃ ટીલડી રે....) શંખેશ્વર દાદા તારી મુરતિ છે પ્યારી વ્હાલી ન્યારી સારી મને લાગે છે પ્યારી...II ધૂ II મુરતિ તમારી મોહનગારી નૈન નજર છે કામણગારી
તુમ પર જાવુ પ્રભુ વારી રે વારી...... (૧) દાદાને ભેટવા ભક્તો ભક્તો રે આવે, ભક્તિ કરે ને પ્રભુ ગુણ ગાવે, કર્મો ખપાવે તમે ભારી રે ભારી.... (૨) માથે મુકુટ ને કાને કુંડલ છે, કંઠે તમારો નવસરો હાર છે, ધન્ય ધન્ય દિન ને ધન્ય ઘડી મારી... (૩) હજાર હાથે તમે દીધું છે , પ્રેમનું અમૃત મેં તો પીધું છે, દાદાને દેખું રે બહુ ધારી ધારી..... (૪). દુખડા કાપો ને સુખડા આપો, કૃપા કરો ને નિજપદ થાપો, ભાવભરી છે અરજી હમારી..... (૫) શાસનના શણગાર મુક્તિનાં દાતાર, પ્રેમના દરિયા ને ભક્તિથી ભરીયા, પરમકૃપાળુ ઉતારો ભવપારી.... (૬)
૧૨.