SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સનો કલ્પ (પ્રાચીન હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉદ્ધારિત) મૈં હી શ્રી અઁ લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મ તિથ્યરે જીણે અરિહંતે કિતઈસ્સું ચઉવીસં પી કેલિ મમ મનોતુષ્ટિ કુરુ કુરુ સ્વાહા. વિધિ : આ મંત્ર પૂર્વ દિશા સન્મુખ ઊભા રહી, ૧૦૮ વાર કાઉસગ્ગ કરી મૌન રાખીને ૧૪ દિવસ બ્રહ્મચર્ય પાળીને જપવાથી, માન, મહત્ત્વ પ્રતિષ્ઠા વધે, રાજ્યભય ચોરભય નહીં. રાજઋદ્ધિ સંપદા મહત્ત્વ વધે. ૐ ક્રૌં ક્રી હો હી ૐૐ ઉસભ મજિયંચ વન્દે, સંભવ મભિનન્દણ ચ સુગઈય પઉમપ્પહં સુપાસં, જિણચ ચદપ્પહં વંદે સ્વાહા. વિધિ : આ મંત્રનો ૨૧૬૦ વાર પદ્માસનથી બેસીને જપી, જે ઉત્તર દિશા સન્મુખ જોઈને સોમવારથી દિન ૭ જાપ કરવો. સર્વ વશ થાય, દુર્જન કંપે. સર્વત્ર જય પામે. એક ટાઈમ ભોજન, સફેદ વસ્તુનો આહાર. બ્રહ્મચર્ય પાળી, સફેદ માળા કરવી. ૭ દિવસ સુધી મૌન રાખવું. ૐ ઐ હ્રી ૐ ઝા સુવિહંચ પુષ્પદંત સિયલ સિબ્ઝસ વાસુપુજ્યચં વિમલ મણંત્રંચ જિણ ધમ્મ સંતિચ વંદામિ. સ્વાહા. વિધિ : આ મંત્ર ૧૦૮ વાર લાલ માળાથી - બ્રહ્મચર્ય પાળી, ૨૧ દિવસ સુધી જાપ કરવાથી સર્વ શાપનો નાશ થાય. શત્રુનો ભય દૂર થાય છે. કોર્ટમાં જીત તેમજ રાજદ્વારીમાં જય થાય છે. ૐૐ હ્રીં શ્રી કુંથુ અરૂં ચ મલ્લુિં વંદે મુણિસુવ્વયં નમિ જિણં ચ વંદામિ રિનેમિ, પાસું તહ વલ્રમાણે ચ, મમ મનોવાંચ્છિત પૂરય પૂરય હી સ્વાહા. વિધિ : આ મંત્રના ૧૧,૦૦૦ જાપ પીળા રંગની માળા, પૂર્વ દિશા તરફ મુખ રાખી કરવાથી ભૂત-પ્રેતની બાધા દૂર થાય છે. પરિવારની પીડા દૂર થાય. લખીને ગળામાં બાંધવાથી કોઈપણ પ્રકારના તાવ દૂર થાય છે. ૐ હી શ્રી નમઃ નમિજિણચં વંદામિ રિનેત્રિયાસંતહ વર્ધમાણુંચ મમ મનોવાંછિત પૂરય પૂરય હી સ્વાહાઃ વિધિ : આ મંત્રના ૧૨૦૦૦ હજાર વાર જાપ કરવા. પીળી માળા કરવી. પીળાં વસ્ત્ર પહેરી, ઉત્તરમુખ બેસી જાપ કરવાથી કુટુંબને શોભાવે છે. કાનમાં ફૂંક આપવાથી શાકિની ભૂતનો ભય જાય ૐ ઐ ી હા એવં મયે અભિથુઆ વિષ્ણુય રયમલા પહીણ જરમરણા ચઉવિર્સ પિ જિણવરા તિત્યયરા મે પસિયન્તુ સ્વાહા વિધિ : આ મંત્ર પૂર્વ દિશા તરફ બેસી, ઉપર મુખ રાખી (ઉ) દિશા તરફ ૫૦૦ મંત્રનો જાપ કરી, ત્રણ વાર વંદના કરી, પ્રણામ કરે તો, સર્વ દેવો પ્રસન્ન થાય, સુખ મળે છે. બધાંને પ્રિય લાગે છે. ૐ ઔ અંબરાય કિતિય નંદિય મહિયા જેય લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરૂગ્ગ બોહિલાભં સમાહિવર મુત્તમં દિત્તુ સ્વાહા. - વિધિઃ મંત્રનો ૧૫૦૦૦ વાર જાપ કરવાથી સમાધિ મરણ હોય. ૐ હ્રી ઔ ઓ જૉ જિ, ચંદ્રેસ નિમલયરા આઈચેસું અહિય પયાસયરા, સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસત્તુ-મમ મનવાંછિત પૂરય પૂરય સ્વાહા. વિધિ : આ મંત્રનો ૧૦૦૮ વાર પૂર્વ દિશા સન્મુખ બેસીને, જાપ કરવાથી પ્રતિષ્ઠા વધે-બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ૧૯
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy