________________
ભવાલોચના.
૭૩૧
છું. ૪૬. આ સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે સમ્ય રીતે પાળ્યાં હોય તે સુકૃતની હું અનુમોદના કરું છું. ૪૭. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને જૈન સિદ્ધાંતને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતની હું અનુમોદના કરું છું. ૪૮. સામાયિકમાં ચતુર્વિશતિ સ્તવન (ચોવીશ ભગવાનની સ્તુતિ) અને છ આવશ્યકમાં મેં જે ઉદ્યમ કર્યો હોય તે સર્વ સુકૃતની હું અનુમોદના કરું છું. ૪૯. આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય પાપ એ જ સુખ દુઃખનાં કારણો છે અને બીજું કોઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવ રાખો. ૫૦. પૂર્વે નહીં ભોગવાયેલાં કર્મનું ભોગવવાથી જ છૂટકારો છે, પણ ભોગવ્યા વિના છૂટકારો નથી, એમ જાણી ને શુભ ભાવ રાખવો. ૫૧. જે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે સર્વ આકાશના ફૂલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખો. ૫૨. મેં નરકનું નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વખતે કોણ મિત્ર હતો ! તેમ માનીને શુભ ભાવ રાખો. ૫૩. સુરશૈલ (મેરૂ પર્વત)ના સમૂહ જેટલો આહાર ખાઈને પણ તને સંતોષ ન વળ્યો, માટે ચતુર્વિધ આહારનો ત્યાગ કર. ૫૪. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, આ ચાર ગતિમાં મનુષ્યને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુર્વિધ આહારનો ત્યાગ કર. ૫૫. કોઈ પ્રકારના જીવ સમુદાયનો વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. ૫૬. જે આહારનો ત્યાગ કરવાથી દેવોનું ઈન્દ્રપણું પણ હાથના તળિયામાં હોય તેવું થાય છે અને મોક્ષસુખ પણ સુલભ થાય છે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. ૨૭. જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણ એવો જીવ પણ નમસ્કાર મંત્રને અન્ત સમયે પણ પામીને દેવપણું પામે છે તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૫૮. સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું
દૂર કરે પાતક બઘાં, કરે સંકટમાં સહાય; કલ્પવૃક્ષ કામધેનુ સમો, નવકાર મંત્ર છે ભાઈ.