________________
ભવાલોચના
૭૨૯
:
નિંદા ને ગહ કરું છું. ૨૩. મોક્ષપદને સાધવાવાળા યોગમાં, મન, વચન અને કાયાથી સદા જે વીર્ય ન ફોરવ્યું તેની હું નિંદા અને ગહ કરું છું. ૨૪. પ્રાણાતિપાત વિરમણવ્રત વગેરે બાર વ્રતોનો સમ્યક વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયો હોય તે હવે જણાવું, તું ક્રોધરહિત થઈને સર્વ જીવોને ક્ષમા આપ, અને પૂર્વનું વૈર દૂર કરીને સર્વે મારા મિત્રો હોય છે તેમ ચિન્તવ. ૨૫. પ્રાણાતિપાત – મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, આ મોક્ષ માર્ગની સન્મુખ જતાં વિષ્ણભૂત અને દુર્ગતિના કારણભૂત અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કર. ૨૬. જે ચોત્રીશ અતિશય યુક્ત છે અને જેમણે કેવળજ્ઞાનથી પરમાર્થને જાણ્યો છે અને દેવતાઓએ જેમનું સમવસરણ રચ્યું છે, એવા અરિહંતોનું મને શરણ હોજો. ૨૭. જે આઠ કર્મથી મુક્ત છે, જેમની આઠ મહા-પ્રાતિહાયોએ શોભા કરી છે અને આઠ પ્રકારના મદના સ્થાનકોથી જે રહિત છે, તે અરિહંતોનું મને શરણ હોજો. ૨૮. સંસારરૂપી ક્ષેત્રમાં જેમને ફરી ઊગવાનું નથી, ભાવ શત્રુઓનો નાશ કરવાથી જેઓ અરિહંત બન્યા છે અને જે ત્રણ જગતને પૂજનીય છે તે અરિહંતોનું મને શરણ હો. ૨૯. ભયંકર દુઃખરૂપી લાખો લહરીઓથી દુઃખે તરી શકાય એવો, સંસારસમુદ્ર જે તરી ગયા છે અને જેઓને સિદ્ધિસુખ મળ્યું છે, તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૦. તારૂપી મુદ્રથી જેમણે ભારે કર્મરૂપી બેડીઓ તોડી નાખી મોક્ષસુખ મેળવ્યું છે, તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૧. ધ્યાનરૂપી અગ્નિના સંયોગથી સકળ કર્મરૂપ મળ જેમણે બાળી નાખ્યો છે અને જેમનો આત્મા સુવર્ણ જેવો નિર્મળ થયો છે તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૨. જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, તેમ જ ચિત્તનો ઉદ્ધગ નથી, ક્રોધાદિ કષાય નથી તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૩. બેતાલીસ દોષરહિત અન્નપાણી (આહાર) જે ગ્રહણ કરે છે તે મુનિઓનું મને શરણ હોજો. ૩૪. પાંચ ઈંદ્રિયોને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનનો પ્રચાર જીતનારા, બ્રહ્મચર્યને ધારણ
કરાવવા
નમનભાવ રાખી કરી જાપ જપે નવકાર; વમન કરે ભવરોગનું તાપ શમન કરનાર.