________________
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી
G૧૫
પ્રશ્ન ૧૩ કાઉસ્સગ બાદ પ્રગટ લોગસ્સસૂત્ર બોલવામાં આવે છે,
શા માટે ?
જ-૧૩. લોગસ્સ સૂત્રથી ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ કરવાથી જીવને
દ્રવ્યથી શરીરનું આરોગ્ય, ભાવથી આત્માનું આરોગ્ય, બોધિ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ તથા બોધિની શુદ્ધિ, તથા સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. શારીરિક વાત-પિત્ત કફાદિ રોગો દૂર થાય, માનસિક સમતોલપણું આવે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગરૂપ ભાવરોગ દૂર થાય, આવા પ્રકારનું ઉત્તમ આરોગ્ય મળે છે. લોગસ્સસૂત્રથી પરમાત્માનું ગુણકીર્તન થાય છે. તે પાંચ પ્રકારે છે. (૧) સામાન્ય ગુણકીર્તન :- ભગવાનના ગુણોનું પ્રગટપણે વર્ણન કરવું. (૨) હાસ્યભાવ પ્રેરિત ગુણ કીર્તન:- “તું છે મારો સાહિબો, ને હું છું તારો દાસ” આ ભક્તિભાવના, હાસ્યભાવ પ્રેરિત છે. (૩) સખ્યભાવપ્રેરિત ગુણકીર્તન:- “બાલપણે આપણ સસનેહી” આ ભક્તિ સખ્યભાવ પ્રેરિત છે. (૪) સ્વાનિંદાપ્રેરિત ગુણકીર્તન:- મુજ અવગુણ મત દેખો” આ ભક્તિ સ્વનિંદા પ્રેરિત ગુણકીર્તન છે. (૫) આત્મ
સ્વરૂપાનુભાવ પ્રેરિત કીર્તન:- “હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં” આ ભક્તિ આત્મ સ્વરૂપાનુભાવ પ્રેરિત ભક્તિ છે. પરમાત્મ ભક્તિના ત્રણ વિભાગ છે. . ૧) તામસી ભક્તિઃ - દુશ્મનના દમન માટે, વૈરની વસુલાત કે શત્રુ સમામણી માટે કરે તે. ૨) રાજસી ભક્તિ - ધનવૈભવ, સંપદા, પુત્ર પરિવારની ઝંખના માટે કરે તે ૩) સાત્વિક ભક્તિ:- આત્મકલ્યાણ, પરમાનંદની પ્રાપ્તિ
ક, કરૂ ત =
નસીબથી ધનવાન બની શકાય પણ બુદ્ધિશાળી ન બની શકાય.