________________
ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા :
ઉપપ
જમ કકક કકકo,
અને પુષ્કરાર્ધદ્વીપમાં શાશ્વત જિનાલયો ડબલ (બે-બે) છે. કારણકે ધાતકીખંડમાં અને પુષ્કરાર્ધદ્વીપમાં તે-તે ક્ષેત્રો અને વર્ષધરપર્વતો..
સ્થાનો આદિ જંબુદ્વિપથી ડબલ છે. તેથી જંબુદ્વીપમાં શાશ્વત જિનાલયો ૬૩૫ થાય છે. ધાતકી ખંડનાં અને પુષ્કરાર્ધદ્વીપનાં જિનાલયો ૧૨૭૦
થાય.
આ શાશ્વત પ્રતિમાજી ઋષભ – ચંદ્રાનન - વારિષણ અને વર્ધમાન નામનાં ચાર પ્રતિમાજી હોય છે. કોઈ જિનાલયોમાં ૧૨૪ પ્રતિમાજી હોય છે. કોઈ જિનાલયોમાં ૧૨૦ પ્રતિમાજી હોય છે.
આપણે ત્રણ લોકમાં પ્રથમ તિર્થાલોકનાં ચૈત્યોની યાત્રા કરીએ... તેમાં પણ પ્રથમ ભરતક્ષેત્રનાં હાલનાં.. અશાશ્વતા... જિનાલયોની યાત્રા કરી આગળ વધીએ. ત્રણે લોકનાં તીર્થની ભાવયાત્રા :
(આંખ બંધ કરી લીન બનો) આપણે ભારતભરનાં અમુક તીથ સિવાય બીજા શાશ્વત તીર્થોની યાત્રા કરવા સાક્ષાત્ જઈ શકવા માટે સમર્થ નથી. આ ભવમાં એવું કાંઈ ભાગ્ય દેખાતું નથી... પણ જ્યારે અંતરાત્મામાં આ શાશ્વત તીર્થોની યાત્રા કરવા માટે ભાવો ઉલ્લાસિત થાય છે. અને મન-મયુર નાચી ઉઠે છે. ત્યારે આપણને... મનોમન તે પરમાત્મા મિલનની ઝંખના થાય છે.
ચાલો આપણે ...ત્રણે લોકનાં તીથની ભાવયાત્રા શરૂ કરીએ. જે તીથમાં શાશ્વત પરમાત્માની પ્રતિમાજી બિરાજમાન છે. જે તીથ ... નિરંતર દેવોથી પૂજાઈ રહ્યાં છે. જે તીથો મધમધાટ અને પવિત્ર વાતાવરણોથી ભરપૂર છે. જે તીથની કોઈ કાળે નાશ થવાનો નથી.
એવા શાશ્વત તીથોને ભાવ ભરી કોટીશ કોટીશ: વંદના કરીએ છીએ.
સદાચારના ઠેકેદાર બનજો અને નિરાધારના ટેકેદાર બનજો.