________________
૫૨૮
રત્નત્રયી ઉપાસના
ગયા છે અને થાવચ્ચાપુત્ર શુકપરિવ્રાજક અને શેલાકાચાર્યની મૂર્તિઓ છે, આગળ જતાં નાની દેરીમાં શ્રી સુકોશલ મુનિ જેમણે પિતા-પુત્રે સાથે દીક્ષા લીધેલી અને વાઘણે ઉપસર્ગ કર્યો હતો, જેઓ રામચંદ્રજીના પૂર્વજ હતા, તે સુકોશલમુનિનાં પગલાં છે. આગળની દેરીમાં નિમ-વિનમિનાં પગલાં છે. ઉપર જતાં હનુમાનધારા આગળ વડના ઝાડ નીચે શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે. આગળ ઠેઠ રામપોળના પગથિયાની પહેલા ઊંચે પહાડની શિલા પર જાલી-મયાલી અને ઉવયાલીની મૂર્તિઓ છે. તેનાં દર્શન કરી રામપોળમાં પ્રવેશ કરવો, એટલે શત્રુંજયગિરિભૂષણ શ્રી આદીશ્વર ભગવાનની પવિત્ર છત્રછાયામાં આપણે આવીએ છીએ.
事
શ્રી શત્રુંજયતીર્થના સોળ ઉદ્દારોની ટૂંક નોંધ
શ્રી શત્રુંજય તીર્થ પ્રાયઃ શાશ્વત તીર્થ છે. અનાદિ કાળથી એ છે,
અને અનંત કાળ સુધી રહેશે. અસંખ્ય ઉદ્ધારો થયા પણ આ અવસર્પિણીમાં મોટા ઉદ્ગારો સોળ થયા છે, તેની નોંધ અહીં ટૂંકમાં આપી છે.
(૧) ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના પુત્ર ભરત ચક્રવર્તીએ પહેલો ઉદ્ધાર કરાવ્યો, (૨) તેમની આઠમી પાટે દંડવીર્ય રાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યો, (૩) બીજા દેવલોકના ઈન્દ્રે ત્રીજો ઉદ્ધાર કરાવ્યો. (૪) ત્યારબાદ એક કરોડ સાગરોપમ પછી ચોથા દેવલોકના ઈન્દ્ર માહેન્દ્રે ચોથો ઉદ્ધાર કરાવ્યો. (૫) ૧૦ કરોડ સાગરોપમ પછી પાંચમા દેવલોકના ઈન્દ્રે પાંચમો ઉદ્ધાર કરાવ્યો, (૬) એક લાખ કરોડ વર્ષ પછી ભવનપતિ નિકાયના ઈન્દ્ર ચમરેન્દ્રે છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો, (૭) શ્રી અજિતનાથ
આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી.