________________
ત્રિકાલ દેવવંદનની વિધિ
પ૦૭
શ્રી મહાવીરસ્વામી ભગવાનનું સ્તવન સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર, ભવમંડપમાં રે નાટક નાચીયો, હવે મુજ દાન દેવરાવ,
હવે મુજ પાર ઉતાર. સિદ્ધા. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ, દાન દીયતા રે પ્રભુ કોસર કિસી, આપો પદવી રે આપ,
સિદ્ધા૦ ૨ ચરણ અંગુઠે રે મેરૂ કંપાવીઓ, મોડ્યા સુરનાં રે માન, અષ્ટ કરમના રે ઝઘડા જીતવા, દીધાં વરસી રે દીન.
* સિદ્ધા૦ ૩ શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કૂખે રતન, સિદ્ધારથનો રે વંશ દીપાવીઓ, પ્રભુજી ! તુમે ધન્ય ધન્ય.
સિદ્ધા૦ ૪ વાચક શેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય, ધરમ તણાં એ જિન ચોવીશમા, વિનય વિજય ગુણ ગાય.
સિદ્ધા૦ ૫ - (પછી બે હાથ જોડી મસ્તક સુધી ઉચા કરીને)
જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયd, ભવનિબેઓ મગાણુસારિઆ ઈટ્સ-ફલ-સિદ્ધિ. ૧. લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઓ પરત્થકરણ ચ, સુહગુરુ-જોગો તથ્વયણ-સેવણા આભવમખંડા. ૨.
(પછી ઉભા થઈ ખમાસમણ આપવું.) ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજજાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ, (ઉભા થઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ.
કહી ચૈત્યવંદન આસને બેસી નીચે મુજબ ચૈત્યવંદન બોલવું)
યાચકની હાંસી કરવી નહીં, અને સત્પાત્રે દાન આપવું.