________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
*.*"
to be
પ છઠ્ઠનું ગણણું
શ્રી વજવલ્લીનાથાય નમ: ૬ છઠ્ઠનું ગણણું
શ્રી સહસાદિ ગણધરાય નમ: ૭ છ8નું ગણણું
- શ્રી સહસ્ત્રકમલાય નમઃ દરેક પદની ૨૦ નવકારવાલી, ૨૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ર૧ ખમાસમણા; ૨૧ સાથીયા, ર૧ ફળ.
આયંબિલ વર્ધમાન તપ વિધિ આયંબિલ વડે વૃદ્ધિ પામતો જે તપ તે આયંબિલ વર્ધમાન તપ કહેવાય છે. તેમાં ઉપવાસના આંતરાવાળા આયંબિલ એકથી આરંભીને સો સુધી ચઢતાં ચઢતાં કરવા. એટલે કે પહેલું એક આયંબિલ પછી ઉપવાસ. પછી બે આય. ઉપર ઉપવાસ, પછી ત્રણ આય. ઉપર ઉપવાસ, પછી ચાર આય. ઉપર ઉપવાસ, પછી પાંચ આયં. ઉપર ઉપવાસ. આ પાંચ ઓળી લાગટ કરવી. પછી છ આયં. ઉપર ઉપવાસ એમ ચઢતાં ચઢતાં છેવટ ૧૦૦ આયંબિલ ઉપર ઉપવાસ કરવો. ત્યારે સો ઓળી પૂરી થાય. એ પ્રમાણે કરતાં ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ થાય. એટલે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસે આ તપ સંપૂર્ણ થાય.
» હિીં નમો અરિહંતાણં એ પદથી કરનારાએ સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો બાર કરવા. ૐ હ્રીં નમો સિદ્ધાણં એ પદથી કરનારાએ આઠ આઠ અને ૩૦ હીં નમો તવસ્સ પદથી કરનારાએ બાર બાર સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો આદિ કરવા. જે પદથી ઓળી આરાધવી હોય તે પદની ૨૦ નવકારવાળી ગણવી તથા તે દુહા બોલી ખમાસમણા દેવા.
શ્રી અરિહંત પદનો દુહો. પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાએ, નમો નમો શ્રી જિનભાણ. ૧
બીજાના સુખની અદેખાઈ કરવી નહીં.