________________
શ્રીદેવસિચપ્રતિક્રમણવિધિ
૧૭૩
સાત લાખ સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈંદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાસી લાખ જીવયોનિમાંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.
અઢાર પાપસ્થાનક સૂત્ર પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે - મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે - લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધું હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
સબ્યસ્તવિ દેવસિઅ દુઐિતિએ, દુષ્માસિસ, દુશ્ચિદ્ધિઓ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. (પછી વીરાસને બેસી અથવા ન આવડે તો જમણો પગ (ઢીંચણ)
ઊભો કરી નીચે પ્રમાણે કહેવું.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
અજ્ઞાનતામાંથી પાપો જન્મે છે અને પાપોમાંથી જ દુખો જન્મે છે.