________________
૮૭૬
રત્નત્રયી ઉપાસના
સતી સુભદ્રાએ પરમાત્માનું સ્મરણ કરી, હાથમાં ચાળણી લીધી, કાચા સૂતરના તાંતણે બાંધી અને કૂવામાં નાંખી. સડડડડ સૌનાં જોતાં ચાળણીમાં પાણી ભરીને કાઢ્યું. દેવોએ ફૂલોની વૃષ્ટિ કરી. રાજા અને પ્રજા સૌ કોઈ જયજયના પોકાર કરવા લાગ્યા. પછી સુભદ્રાએ તે જળ દરવાજાને છાંટ્યું, અને દરવાજો ફડોફા ઉઘડી ગયા, રાજા-પ્રજા સૌ પ્રસન્ન થયા.
સુભદ્રાના ભરથારને પણ ભારે આશ્ચર્ય થયું, “હમણાં ફજેતી થશે’ એમ સાસુ માળા જપી રહી હતી, એના ય હોશકોશ ઉડી ગયા. ભારે કરી, આ શું આશ્ચર્ય ? જે કામ કોઈએ ન કર્યું, એ આ સુભદ્રાએ કર્યું ? સાસુ તો વિલખી પડી ગઈ.
સૌ નગરજનો સુભદ્રાનાં ગુણગાન કરે છે, તેનાં શિયળના વખાણ કરે છે : કેવી સતી ! ધન્ય છે એને !' લોકમુખથી તરહ તરહના ભવ્ય ઉદ્ગારો નીકળી રહ્યા છે. સતી સુભદ્રાએ સૌને જૈનધર્મનો મર્મ સમજાવ્યો, સુદેવ-સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજાવ્યું. પરિણામે રાજા-પ્રજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. કંઈક આત્માઓએ મિથ્યાત્વને તજી સમક્તિ અંગીકાર કર્યું.
સતી સુભદ્રાનાં શિયળના પ્રતાપે નગરીના દરવાજા ઉઘડી ગયા, તેનું કલંક દૂર થયું. આ બધું નિહાળી સૌ શિયળ વ્રતમાં દઢ બન્યા અને જૈનધર્મનો જય જયકાર થયો.
સુભદ્રાએ નગરીના ચાર દરવાજા-પૈકી ત્રણ દરવાજા ઉઘાડ્યા. એક બાકી રાખ્યો, તે એટલા માટે કે-કોઈ સ્ત્રી સતીત્વનો ડોળ કરતી હોય તો તે આવી જાય અને ચોથો દરવાજે ઉઘાડે. એ ચોથો દરવાજો કોઈએ ન ઉઘાડ્યો, તે અત્યાર સુધી બંધ જ રહ્યો છે એમ સંભળાય છે.
કાયાથી શિયળ પાળનારા ઘણા મહાનુભાવો મળી આવશે, પણ મનવચન અને કાયક એમ ત્રિકરણ શુદ્ધ શિયળ વ્રત પાળનારા પવિત્ર અને શુદ્ધ તો લાખો કરોડોમાં કોઈ વિરલા જ હોય છે.
સુભદ્રાએ સૌને સાધુજીની આંખમાં તણખલું ખેંચ્યાની વાત જણાવી. સૌનો ભ્રમ ભાંગ્યો. સાસુ-સસરા-ભરથાર અને સૌ કોઈના પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. હવે તો સૌ સુભદ્રાનાં સો સો મુખે વખાણ કરવા લાગ્યા. અંતે સુભદ્રાએ ચારિત્ર અંગીકાર કર્યું, ઘોર અને ઉત્કૃષ્ટ તપ દ્વારા, ક્ષમા અને શાંતિ દ્વારા
ક્રિયાથી’ પુણ્યબંધ થાય, જ્યારે ભાવથી’ કર્મની નિર્જરા થાય.