________________
૮૪૦
રત્નત્રયી ઉપાસના
જશે, માટે પેલા અમરાને જલ્દી રવાના કરો. રોયો રોજ ખાઉં ખાઉં કરે છે અને હેરાન હેરાન કરી નાંખે છે.”
ભદ્રાને ચાર પુત્રો હતા, તેમાં અમરકુમાર સૌથી નાનો હતો. અગર મોટાને વેચે તો ધન વધારે આવે પણ પૂર્વનું વૈર એટલે તેને જ આપી દેવાનું નક્કી કર્યું અને ઢઢેરો પીટનારને કહી દીધું કે અમે અમારા એક છોકરાને આપવા તૈયાર છીએ.” રાજસેવકે મહારાજાને વધામણી આપી કે “મહારાજ ! ઋષભદત્ત બ્રાહ્મણ પોતાનાં બત્રીસ લક્ષણા બાળકને આપવા તૈયાર છે.'
સેવકનાં મુખેથી આ વાત સાંભળી મહારાજા ખુબ રાજી થયા અને કહ્યું કે-તેને જલ્દી મારી સામે હાજર કરો. સેવક દોડતો દોડતો ઋષભદત્ત બ્રાહ્મણને
ત્યાં ગયો. આ તરફ અમરકુમારે સાંભળ્યું કે મારા માતા-પિતા મને વેચી દેવાની વાત કરે છે, એટલે તે વિચારમાં પડ્યો: “આ સાચું હશે? માતાપિતા પોતાનાં બાળકને વેચે ખરાં? અને તે પણ અગ્નિમાં પધરાવવા માટે ! હરગીઝ એ બને જ નહિ.”
પણ એણે ઢંઢેરો પીટનાર રાજાના સેવક સાથે પિતાને વાત કરતા જોયા એટલે એના પેટમાં ફાળ પડી કે ‘જરૂર દાળમાં કંક કાળુ છે, એટલે તે માતાને પૂછવા લાગ્યોઃ “માતા! શી વાત ચાલે છે? શું મને વેચવાનો છે? અમરકુમારનો આ પ્રશ્ન સાંભળતાં જ માતા ત્રાડુકી ઉઠી: 'હા વાત સાચી છે. તારા જેવાના તો એ જ હાલ થવાના રોયા આખો દિવસ ખા-ખા કરે છે, મને તો તું કાળ જેવો લાગે છે ! પેટે પથ્થર પાક્યો હોત તો કપડાં ધોવા કામ આવત.”
અમરકુમાર વિચાર કરે છે: “માતા આ શું બોલી રહી છે? શું તે ખરેખર મને વેચી દેવાના નિર્ણય પર આવી ગઈ છે ? નહિ, નહિ, એમ બને જ નહિ. તેણે માતાને ફરી પૂછ્યું: “માતા ! સાચું કહો તમે મને વેચી દેવાના છો ?' પરંતુ માતાએ તેને ઉઘડો લીધો અને અત્યંત કઠોર વચનો સંભળાવ્યાં.
અમરે કહ્યું “માતા! “છોરૂં કછોરૂં થાય પણ-માવતર કમાવતર થાય નહિ” માતા ! મારો ગુનો માફ કર ! હવે હું ભૂલ નહિ કરું, ત્યારા કહ્યા પ્રમાણે વર્તીશ, પણ ભલી થઈને મને વેચીશ નહિ, એમ કહીને એ માતાના ચરણમાં પડ્યો, ચરણ ચૂમવા લાગ્યો, અત્યંત આજીજી કરવા લાગ્યો, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, પણ તે એકની બે થઈ નહિ.
જ્યારે માનવી સ્વાર્થી બને છે, ત્યારે દાનવથીય ભંડો બને છે, પાશવ
બીજાનાં વૈભવ-વિલાસ જોઈને તમારા ઝુંપડાની શાંતિ ખોઈ નાખશો નહીં.