________________
૮૦૦
૨T
રત્નત્રયી ઉપાસના
દેવાધિદેવ શ્રી અરિહંત અને ગુરુદેવ શ્રી વિજય હીરસૂરીશ્વરજીની
કૃપાથી થયા. અકબરને ગુરુદેવના દર્શનની ઉત્કંઠા જાગી. ૨ બાદશાહના આમંત્રણથી આચાર્યદેવ ગુજરાતથી પગે ચાલી દિલ્હી
પધાર્યા, મહોત્સવથી નગર પ્રવેશ કરાવ્યો. રાજમહેલમાં જતા નીચે પાથરેલો ગાલિચો જોઈ અટક્યાં. અટકવાનું કારણ પૂછતાં કહ્યું કે ગાલિચા ઉપર ચાલવાનો અમારો ધર્મ નથી. શ્રદ્ધા નહિ છતાં ગાલિચો
ઉપડાવ્યો, નીચે કીડીઓ જોઈ બાદશાહ ગુરુના જ્ઞાનથી પ્રભાવિત થયો. ૩ કંઈ માંગવા કહ્યું, ત્યારે ગુરુદેવે સમગ્ર ભારતમાં પર્યુષણના દિવસોમાં
અહિંસા પાળવાનું માગ્યું, તેથી મોગલ સમ્રાટ અકબરે રાજ્યની મુદ્રાવાળાં અહિંસાનાં ફરમાન લખાવી ગુરુદેવને ભેટ કર્યા.
* હીરસૂરિશ્વરજી * (અ) આ આચાર્યે અકબર રાજાને પ્રતિબોધ પમાડેલ પોતાના જીવન
દરમ્યાન ૮૧ અઠ્ઠમ, રરર છઠ્ઠ, ૩૬૦ ઉપવાસ, ર00 આયબિલ, અને ૪૦૦ ચોથ વ્યક્ત કરેલ, જ્ઞાનની આરાધના માટે રર મહિના સુધી તપ કરેલ ૧૨ પ્રતિમાઓ વહન કરેલ,
દરરોજ ર૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરતા. (આ) ગુરુદેવે જીવદયાનો ઉપદેશ કરવાથી સર્વ પક્ષીઓને છોડી
મૂક્યાં અને જીવદયા પ્રેમી બન્યો. ધન્ય ઉપદેશ ! (ઇ) ગુરુદેવના ઉપદેશથી મોગલ સમ્રાટ શત્રુંજય તીર્થનું મહેસુલ
(મુંડકા) અને હિંદુઓ ઉપરનો જયાવેરો માફ કર્યો. (ઈ) ઢંઢેરો પીટાવી હિંસા બંધ કરાવી.
૧૩. અતિમુકતક (અઈમુત્તા) (પૂર્વસંસ્કાર) ૧ છ વર્ષનો અતિમુક્ત ગૌતમ સ્વામીને લાડુ વ્હોરાવે છે. ૨ અતિમુક્તક ગૌતમ સ્વામીની સાથે જાય છે. રસ્તામાં વધુ વજન
ઊચક્તા જોઈ, અતિમુક્તક ગૌતમસ્વામીને પાત્રા પોતાને ઊચકવા દેવા વિનંતિ કરે છે. ગૌતમ સ્વામી કહે છે કે દીક્ષા લીધા પછી તને પાત્રા ઊપાડવા આપીશ.
જગતમાં બે જ મહાસત્તા છે કર્મસત્તા અને ધર્મસત્તા.