________________
આદિ અનેક કક્ષા એ રહેલો જીવ. આ રત્નત્રયીની સુંદર આરાધના કરી શકે.
રત્નત્રયીની આરાધનાની સુંદર સમજણ અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો અમારા જ્ઞાનાવરણીય કર્મનો જ્ઞાનના અંતરાયોનો પણ ભાવિમાં નાશ થાય એવા એક શુભઆશયથી આ “રત્નત્રયી ઉપાસના” પુસ્તકનું આયોજન ખરાદિલથી અને ખરાભાવથી લાભાર્થી આ પરિવારે કર્યું છે.
આખા’ય પુસ્તકમાં પોતાનું નામ પણ ક્યાંય ઉલ્લેખ ન કરાવાની આ પરિવારની ઉદાત્ત ભાવના અમારા હૃદયને પણ સ્પર્શી ગઈ. વિ.સ. ૨૦૫૯નું લબ્ધિ વિક્રમગુરુપ્રવચન શ્રદ્ધેય સમતાનિધિ શાસન પ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રી યશોવર્મ સૂ.મ.સા. પં. પ્ર. પદ્મયશ વિ.મ. પં. વીરયશ વિ.મ. પં. અજિતયશ વિ.મ.સા. આદિઠાણાના ચાતુર્માસ દરમીયાન આ પુસ્તકને પણ તપાસવાનું થયું. જરૂરી શાસ્ત્રીય સુયોગ્ય માર્ગદર્શન પણ આપવાનું થયું.
આ પુસ્તક પ્રકાશનમાં અનેક ગુરુભગવંતોના, વડિલોના, પંડિતોના આશિર્વાદ તથા માર્ગદર્શનો પ્રાપ્ત થયા તથા અનેક પુસ્તકોમાંથી અનેક માહિતીઓ પ્રાપ્ત થઈ તે તમામ લેખકો, પ્રકાશકોનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ પુસ્તકમાં શબ્દ શદ્ધિકરણ માટે શ્રી ચંપકભાઈ પ્રાણજીવનભાઈ મેહતા (પંડિત)નો તથા ‘દિવ્ય દર્શન ટ્રસ્ટ' દ્વારા પ્રકાશિત