________________
મહામહિમાવંત શ્રી ગિરનારજી મહાતીર્થના માહાસ્યની વાતો સૌના ઘટ-ઘટ સુધી પહોંચે તે માટે જિનશાસનના સંયમઘરા સાધુ-સાધ્વીજી ભગવંતો, સુશ્રાવક-સુશ્રાવિકાવર્ગ તથા વિધિકાર અને સંગીતકાર પુણ્યાત્માઓને નમ્ર નિવેદન કે દર વર્ષે શ્રાવણ સુદ ૪-૫-૬ના નેમિપ્રભુના કલ્યાણકના અટ્ટમ અવસરે અથવા અન્ય કોઈ યોગ્ય અવસરે આ મહાપૂજન-પૂજા વિવિધ સંઘોમાં ભણાવાય તે માટે પ્રેરણા કરી આ પ્રાયઃ શાશ્વત મહાતીર્થની ભક્તિનો અવસર ચૂકશો નહીં.
પ્રાન્ત સુજ્ઞજનો આ પ્રકાશનમાં રહી ગયેલ ક્ષતિઓ તરફ અંગુલીદર્શન કરશે તો આનંદ થશે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ ક્ષમા ચાહીએ છીએ.
લિ. ગિરનાર મહાતીર્થવિકાસ સમિતિ
જૂનાગઢ
I
TI