________________
|| ૩૦ ||
2 99
બત્રીશ કોડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે,
પૂરણ હર્ષ કરવા કારણ દીપ નંદીસર જાવે,
કરીય અઢાઈ ઉત્સવ દેવા નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવળ ને અભિલાષે નિત નિત જિન ગુણ ગાવે... આતમ... // ૭
તપગચ્છ ઈસર સિંહસૂરીસર કેરા શિષ્ય વડેરા,
સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા,
ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીર વિજય શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા... આતમ... // ૮ //
ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ,
સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઇ... આતમ... // ૯ ||
2 250 -