________________
|| ૨૦ ||
હા ! હા !! તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. શત્રુંજયની પ્રથમ યાત્રા લગભગ ૩૬00 પગથિયા થાય, ગિરનારની પહેલી યાત્રા લગભગ ૩૮૪૦ પગથિયા થાય. શત્રુંજયમાં બીજી યાત્રા માટે ઘેટીપાગના ૨૮00 પગથિયા ઉતરવાના થાય જ્યારે ગિરનારમાં બીજી યાત્રા માટે ૧૦૦૦ પગથિયાના ડીસ્કાઉન્ટ સાથે સહસાવન સુધીના માત્ર ૧૮૦૦ પગથિયા ઉતરવાના થાય. શત્રુંજયની ત્રણ યાત્રામાં જેટલા પગથિયા થાય તેનાથી ઓછા પગથિયામાં ગિરનારની તો ચાર યાત્રા થઈ જાય અને શત્રુંજયની ૫ યાત્રા કરતાં જેટલાં પગથિયા થાય તેના કરતા ઓછા પગથિયામાં ગિરનારની ૭ યાત્રા થઈ જાય એટલે ! ગિરનારની ૯૯ યાત્રા ખૂબજ અઘરી છે તેવો જરાપણ ભય ન રાખશો. કોઈ પણ ડર રાખ્યા વગર ગિરનારની આ ૯૯ યાત્રાની અમૂલ્ય તક ચૂકશો નહીં.