________________
T ૨૦૪ ll
(૩) મૂળનાયક નેમિનાથદાદાના જિનાલયે (૪) મૂળ દેરાસર પાછળ આદિનાથના દેરાસરે
અમિઝરા પાર્શ્વનાથનું ચૈત્યવંદન કરવું અથવા નેમિનાથ પરમાત્માના પગલાનું ચૈત્યવંદન કરવું ત્યાંથી સહસાવન (દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક), અથવા જયતળેટી આવતાં પ્રથમ યાત્રા પૂર્ણ થયેલ કહેવાય. પછી પાછા જયતળેટીથી અથવા સહસાવનથી ઉપર ચડતાં પૂર્વ મુજબ બે ચૈત્યવંદન કરી યાત્રા કરીને દાદાની ટુંકે દર્શન ચૈત્યવંદન કરી નીચે ઉતરતા બીજી યાત્રા થઈ ગણાય. ક્રમશઃ આ મુજબ ૧૦૮ વખત દાદાની ટૂંકની સ્પર્શના કરવી આવશ્યક છે.
નિત્ય આરાધના : (૧) ઉભયટંક પ્રતિક્રમણ. (૨) જિનપૂજા તથા ઓછામાં ઓછું એક વખત દાદાનું દેવવંદન. (૩) ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચકખાણ. (૪) ભૂમિ સંથારો. (૫) દરેક યાત્રામાં મૂળનાયકની ૩ પ્રદક્ષિણા.
૨૦૪ /