________________
પુસ્તકની સાતમી આવૃત્તિ બહાર પાડીએ છીએ. આ નવી આવૃત્તિમાં શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી નવીન ફૂલગુંથણીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં કલ્યાણ મંદિર અને ભક્તામર સ્તોત્રનો સમન્વય કરવામાં આવ્યો છે. આ બંને સ્તોત્રના સમન્વયને ફૂલગુંથણી નામ આપવામાં આવ્યું છે. તેને રોજ ગણવાથી દરેક પ્રકારના માનસિક ઉદવેગ તથા અશાંતિ અને દરેક પ્રકારના ઉપસર્ગો દૂર થાય છે. ઉપરોક્ત ફૂલગુંથણી આચાર્ય મહારાજ સાહેબશ્રી વિજય ભાનચંદ્રસૂરીશ્વરજી - શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબના જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે. તેની ઓરીજલન પ્રતો સાથે ગુજરાતીમાં પણ ફૂલગુંથણી આપેલી છે. જેથી વાંચકોને વાંચવામાં સરળતા રહે. - ઉપરોક્ત સ્તોત્ર તેમજ ઋષિમંડલ અંગે શુધ્ધિ, મુફ આદિ જોવામાં તેમજ દરેક રીતે શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબે સંપૂર્ણ સહાનુભૂતિ આપી છે. તેથી આ સ્થળે તે મહાઉપકારીનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
મતિ મંદતાના કારણે કોઈ ત્રુટી રહેવા પામી હોય તો વાંચક તે સુધારી ને વાંચે તેમજ તે ભૂલ જણાવવાની કૃપા કરે તો આગામી આઠમી આવૃત્તિમાં ફેરફાર કરી શકાય.
પ્રકાશક.