________________
છાંટા ઉડયા ત્યાં ત્યાં કોઢ નીકળ્યો. પણ થોડા દિવસમાં તેણે સૂર્યદેવની ઉપાસના કરી કોઢ મટાડ્યો, આથી રાજસભામાં મયુર પંડિતની કીર્તિ પ્રસરી, ત્યારે દ્વેષીલા બાણ પંડિતથી આ સહન થઈ ન શકયું. એટલે તેણે પણ કાંઈક ચમત્કાર બતાવવા વિચાર કર્યો, અને રાજાને કહ્યું, હે રાજનું! હારા હાથ પગ કાપી નાખો. હું દેવીની ઉપાસના કરી તે પાછા સાજા કરી દઈશ” રાજાએ તેમ કર્યું. બાણ પંડિતે ચંડિકાદેવીની ઉપાસના કરી હાથ પણ સાજા કર્યા. આવા ચમત્કારોથી રાજા ભોજ તથા બીજા અનેક માણસો શૈવ ધર્મની ઉપાસના કરવા લાગ્યા, અને બન્ને પંડિતોને પૂજવા લાગ્યા. એક વખત રાજસભામાં ધર્મ ચર્ચા કરતાં વાત નીકળી કે દુનિયામાં શૈવ ધર્મ સિવાય બીજા બધા ધર્મો ધતીંગ છે, તેમાંય જૈન ધર્મના સાધુઓ તો નકામાજ શારીરિક કષ્ટ વેઠીને પેટનું ભરણ પોષણ કરે છે. પરંતુ તેમનામાં ધર્મનો પ્રભાવ બતાવવાની કોઈ જાતની શક્તિ હોતી નથી. આથી સભામાં બેઠેલા જૈનોને આવું અપમાન સહન ન થવાથી બહુ લાગી આવ્યું. તેથી તેઓએ આ વાત પરમ પ્રભાવિક ગુરૂ મહારાજ શ્રી માનતુંગાચાર્યને કરી. ત્યારે આચાર્યજીએ જણાવ્યું કે જેના સાધુઓ આત્મ કલ્યાણ તરફ જ દષ્ટિ રાખે છે.” તેથી મંત્ર તંત્રાદિ વડે કોઈને કષ્ટ આપવાનું ઉચિત સમજતા નથી. છતાં જ રાજાને તે વિષે જાણવું જ હોય તો ખુશીથી તેમ બની શકશે. જેનોએ રાજાને આ વાત કરી, રાજાને પણ જૈન ધર્મનો મહિમા જોવાની ઈચ્છા થવાથી સન્માન સહિત શ્રી માનતુંગઆચાર્યાને માનસહિત રાજસભામાં બોલાવ્યા ત્યારે આચાર્યજીના કહેવાથી રાજાએ હાથ પગમાં મજબુત લોખંડની ૪૮ બેડીઓ પહેરાવી અને એક અંધારા ઉંડા ભોંયરામાં પૂર્યા. ઉપરાંત ભોંયરાને મજબુત તાળાં લગાવી બહાર ચોકી પહેરાનો બરોબર બંદોબસ્ત કર્યો. - આચાર્યશ્રીએ ભોંયરામાં શ્રી આદિનાથ તીર્થકરની સ્તુતીનો આરંભ કર્યો, અને જેમ જેમ સ્તુતિના છંદો રચતા ગયા તેમ તેમ તેમની