________________
૧૮૧
શ્રી બૃહદ્ ૠષિમંડલ સ્તોત્ર.
આઘાન્તાક્ષરસંલક્ષ્ય-મક્ષર વ્યાપ્ય યત્ સ્થિત, અગ્નિ જ્વાલા સમં નાદ, બિન્દુ-રેખાસમન્વિતં; ૧
અર્થઃ-પહેલા અને છેલ્લા (અ-હ) અક્ષરો જે ઓળખાય છે, તેની વચ્ચે સર્વ અક્ષરો રહેલા હોવાથી જે સર્વ અક્ષરોમાં વ્યાપક રહેલું છે. અને જે અગ્નિની જ્વાલા સમાન નાદ એટલે અર્ધચંદ્રકાર ૐ બિન્દુ અને રેખા (રેફ) ૐ થી શુશોભિત છે. ૧
અગ્નિ જ્વાલાસમાક્રાન્ત, મનો મલવિશોધકમ્; દેદીપ્યમાનં હતપદ્મ, તત્ પદં નૌમિ નિર્મલં.
અર્થઃ-અગ્નિની જવાલાની જેમ હૃદય કમળમાં વ્યાપીને રહેલું છે તે અહ્ પદ મનના સર્વ મેલની શુદ્ધિ કરનારૂં છે, તે દેદીપ્યમાન અને નિર્મળ અર્થે પદને હું નમસ્કાર કરું છું ૨
અર્હમિત્યક્ષર બ્રહ્મ, વાચકં પરમેષ્ઠિનમ્; સિદ્ધચક્રમિદં બીજું, સર્વતઃ પ્રણિદમહે. ૩
અર્થ:-(આ ઉપર કહ્યા પ્રમાણે બનેલા) (અર્હ) એવું એ પદ અક્ષર-અવિનાશી છે. બ્રહ્મ સ્વરૂપ છે. પંચ પરમેષ્ઠિ-પરમાત્માને કહેનારૂં છે. સિદ્ધચક્રનું સદ્બીજ છે. તેથી જ અમે (સર્વ માંગલિક કાર્યોમાં) સર્વ પ્રકારે ધ્યાન કરીએ છીએ. ૩.